નવરચિત નડિયાદ સુરેન્દ્રનગર વાપી નવસારી આણદં મોરબી ગાંધીધામ પોરબંદર અને મહેસાણા મહાનગરપાલિકાને ટ્રાન્ઝીશનલ પિરિયડ દરમિયાન નાગરિકોને મળતી તમામ સેવા સુવિધા યથાવત મળતી રહે અને રસ્તા ડ્રેનેજ પાણી બાગ બગીચા લાઈટ જેવા કામોમાં લોકોને બદલાવની અનુભૂતિ થાય તે માટે રાજય સરકારે તમામ નવરચિત મહાનગરપાલિકાઓને પિયા ૨૦– ૨૦ કરોડની ગ્રાન્ટ વહીવટી ક્ષમતા વૃદ્ધિ અને સફાઈ સહિતના સીટી બ્યુટીફિકેશનના કામો માટે આપવાનો નિર્ણય લીધો છે.
નવરચિત મહાનગરપાલિકાઓમાં કામગીરી વ્યવસ્થિત રીતે ચાલે તે માટે નડિયાદ અને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાના મેન્ટર તરીકે અમદાવાદ મહાનગરપાલિકાને જવાબદારી સોંપવામાં આવી છે. આવી જ રીતે રાજકોટ મહાનગરપાલિકાએ મોરબી અને ગાંધીધામ મહાનગરપાલિકાનું ધ્યાન રાખવાનું રહેશે. પોરબંદર મહાનગરપાલિકાની મેન્ટરની જવાબદારી જામનગરની રહેશે. ગાંધીનગરને મહેસાણાનું ધ્યાન રાખવા સૂચના આપવામાં આવી છે. વાપી અને નવસારી મહાનગરપાલિકાનું ધ્યાન સુરત રાખશે અને આણદં મહાનગરપાલિકા માટે વડોદરાને જવાબદારી સોંપવામાં આવી છે.રાય સરકાર તરફથી જે ૨૦ કરોડની ગ્રાન્ટ પ્રત્યેક નવી મહાનગરપાલિકાઓને આપવામાં આવશે તેમાં વહીવટી ક્ષમતા વૃદ્ધિ, ઓફિસ મજબૂતીકરણ અને અન્ય સુવિધાઓ માટે ૧૦ કરોડ વાપરી શકાશે. યારે શહેરી સફાઈ અને બ્યુટીફિકેશનના કામો માટે ૧૦ કરોડ વાપરવાના રહેશે.નવી મહાપાલિકાઓની જાહેરાત થયા પછી સરકારી તાત્કાલિક દરેક મ્યુનિસિપલ કોર્પેારેશનમાં કમિશનર અને ડેપ્યુટી કમિશનરોના નામની જાહેરાત કરી દીધી હતી. બીજા તબક્કામાં મુખ્ય આરોગ્ય અધિકારીઓ અને સીટી એન્જિનિયરોની જાહેરાતો કરી હતી અને હવે આર્થિક સહાયના નામે ૨૦– ૨૦ કરોડ ફાળવવાની જાહેરાત થતા મહાનગરપાલિકાઓ ઝડપભેર પૂર્ણ કક્ષાએ કામગીરી તરફ આગળ વધી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમણિપુરમાં JDU એ ભાજપને ઝટકો આપ્યો, સરકારમાંથી ટેકો પાછો ખેંચ્યો; શું નીતિશ કુમાર ફરી પાછા ફરશે?
January 22, 2025 05:34 PM'પુષ્પા 2'ના દિગ્દર્શકના ઘરે આવકવેરા વિભાગનો દરોડો, સુકુમાર એરપોર્ટ પર ઝડપાયા
January 22, 2025 05:20 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech