નટખટ ગણેશા: રાજકોટની યુવતીએ મિલેટસમાંથી વૃશિકાસન કરતાં અદભૂત ગણપતિ બનાવ્યા

  • September 21, 2023 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ સહિત દેશભરમાં ગણપતિ મહોત્સવની ધામધૂમ અને ઉલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે. અલગ અલગ સ્થળો પર ગણપતિ બાપા નો અલગ અલગ જ સર્જન થયેલું જોવા મળે છે ત્યારે દર વર્ષની જેમ રાજકોટની પ્રતિભાશાળી આર્ટિસ્ટ દ્રારા ગણપતિ બાપા ને આ વખતે નવ સ્વપ આપવામાં આવ્યું છે જેમાં યોગાસન કરતા ગણપતિ બાપાને મિલેટસમાંથી બનાવવામાં આવ્યા છે અને વિધ્નહર્તા ના વિસર્જન વેળાએ આ મિલેટમાંથી પૌષ્ટ્રિક દૂધ બની જશે અને જે બાળકોને પ્રસાદી સ્વપે આપવામાં આવશે.

આ આંતરરાષ્ટ્ર્રીય બાજરી વર્ષ છે તેથી અમારા બાપ્પાએ આ વખતે બાજરી અવતારમાં દેખાવાનું નક્કી કયુ છે. તે વૃશ્ચિકઆસન સાથે ભાવિકોને પણ સારા સાથે માટે યોગ કરવાનો સંદેશ આપી રહ્યા છે
ચોકો મિલેટ બાપ્પા સંપૂર્ણપણે હાથથી બનાવેલા છે, જે ૨ ફટ ઐંચા છે અને તેનું વજન લગભગ ૪૦ કિલો છે. અમારા પ્રિય બાપ્પા બનાવવા માટે મૂળ રાજકોટની અને હાલમાં મુંબઈ રહેતી રિન્તુ કલ્યાણીએ ૨૦ કલાક નોન સ્ટોપ કામ કયુ. ડાર્ક કોકો, ૯ પ્રકારની બાજરી, સત્તુ, શુદ્ધ ડ્રાયફ્રત્પટસ, પાઉડર બદામ, બીજ, ગોળ, ગોંધ (ખાધ ગમ), એલચી અને વધુ સાથે બનાવેલ, યારે અનતં ચતુર્દશી પર દૂધમાં વિસર્જિત થશે ત્યારે પ્રોટીનથી ભરપૂર ચોકલેટ દૂધના પ્રસાદમાં ફેરવાઈ જશે અને પછી હર હંમેશ ની જેમ બાળકોને પ્રસાદી પે આપવામાં આવશે જેથી કરીને બાળકો પણ આ પ્રસાદી લઈને ખુશ ખુશ થઈ જશે.રિન્તુ કલ્યાણી રાઠોડએ આ વિશે જણાવ્યું કે, ચોકલેટ મિલેટ ગણેશ આપણને બધાને આરોગ્ય અને ખુશીઓ સાથે આશીર્વાદ આપવા માટે આવ્યા છે અને આપણા માટે સ્વસ્થ ખાવા, વ્યાયામ કરવા, ખુશ રહેવા, આપણી અને આપણા પર્યાવરણની સંભાળ રાખવાના સંદેશ સાથે આવ્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application