દરેડમાં યુવતિનો ગળાફાંસો ખાઇ આપઘાત

  • June 12, 2023 11:19 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નાની બેન સાથે ઘરના કામ બાબતે ઝઘડો થતા લાગી આવવાથી પગલુ ભર્યુ

જામનગર નજીક દરેડમાં રહેતી એક યુવતીએ ગળાફાંસો ખાઇને આપઘાત કરી લીધો છે, નાની બેન સાથે ઘરકામ બાબતે ઝઘડો થતા મનમાં લાગી આવવાથી પગલુ ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે.
દરેડ ગામમાં મેડકીલવાળી શેરીમાં રહેતી ફાલ્ગુનીબેન દિનેશભાઇ મારુ (ઉ.વ.૨૧) નામની યુવતીને ઘરના કામકામજ બાબતે પોતાની નાની બેન સાથે ઝઘડો થયો હતો જે વાતનું ફાલ્ગુનીને લાગી આવતા પોતાના ઘરે છતની હુંકમાં ચુંદડી વડે ગળાફાંસો ખાઇ લીધો હતો આથી તેણીને બેભાન અવસ્થામાં જી.જી. હોસ્પીટલ સારવારમાં દાખલ કરવામાં આવી હતી જયાં સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નિપજયું છે. આ અંગે દરેડમાં રહેતા અને રીક્ષા ચલાવતા દિનેશ રામજીભાઇ મારુએ પંચ-બીમાં જાણ કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application