મોહર્રમના વાએઝમાં વિશાળ રષ્ટ્રઘ્વજ: બેડીમાં રોશનીનો અદભુત શણગાર

  • July 25, 2023 11:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં મહોર્રમ માસના દિવસો ચાલી રહ્યા છે, માતમના આ પર્વ નિમિતે ઠેર-ઠેર વાએઝ, ન્યાજ, મજલીસ, સબીલો પર સરબતના વિતરણ થઇ રહ્યા છે, રોશનીનો અદભૂત શણગાર પણ મુસ્લિમ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે, અહીંના સુમરા ચાલી વિસ્તારમાં વાએઝમાં સ્ટેજ પર આપણા દેશનો વિશાળ રાષ્ટ્રઘ્વજ લગાવવામાં આવ્યો હતો અને તીરંગાની શાન દેખાતી હતી, મોટી સંખ્યામાં લોકો ઠેર-ઠેર વાએઝમાં ઉપસ્થિત રહીને ઇમામ-એ-આલી મકામ, શહીદ-એ-આઝમ ઇમામ હુસેન અને કરબલાના ૭૨ શહીદોની મહાનતમ શહાદતને યાદ કરીને યા હુસેનના નારા બોલાવે છે, અહીંના બેડી ખાતે પ્રતિવર્ષ મહોર્રમમાં લાઇટીંગના વિશાળ ગેઇટ બનાવવામાં આવે છે, આ ઉપરાંત આંખો આંજી દે એવી અદભૂત લાઇટીંગ કરવામાં આવે છે, શુક્રવારે બપોર બાદ તાજીયા પડમાં આવશે, શનિવારે યૌમે આશુરાના દિવસે તાજીયા ટાઢા થશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application