મોરબીમાં પૈસાની લેવડદેવડ મામલે મિત્રએ જ મિત્રને છરી મારી

  • June 21, 2023 02:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મોરબીની જનકપુરી સોસાયટીના નાકા પાસે પૈસાની લેવડદેવડ મામલે યુવક પર તેના જ મિત્રએ છરી વડે હુમલો કર્યાની ઘટના સામેઆવી છે. આ મુદે મોરબી સીટી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે
​​​​​​​
મોરબીના વિશીપરામાં રહેતા સુનીલભાઇ મનુભાઇ રાવાએ માળીયા હાઇવે પર આવેલી જનકપુરી સોસાયટીમાં રહેતા મનોજભાઇસોલંકી વિરુદ્ધ મોરબી બી ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે મનોજ સોલંકી તેનો જૂનો મિત્ર છે અને તેની સાથે સુનીલભાઇ તથાતેમના અન્ય મિત્ર કિશન ગમારા અવાર નવાર પૈસાની લેવડ દેવડ કરતાં હતા. ગત તા.૧૮ ના બપોરના એક વાગ્યાની આસપાસ સુનીલભાઈ કિશન ગમારા સાથે હતા ત્યારે કિશનને મનોજનો પૈસાની લેવડ દેવડ બાબતે બે દિવસથી ફોન આવતો હતો.
જેથી સુનિલભાઈ અને કિશન મનોજને પૈસાની લેવડ દેવડ બાબતે તેમની માળીયા હાઇવે પર આવેલ જનકપુરી સો.સા.ની નાકે રૂબરૂમળવા ગયેલ હતા ત્યારે આ પૈસાની લેવડ દેવડની વાતચીત ત્રણેય કરી રહ્યા હતા. તે વખતે આ મનોજ સોલંકી એ તેમની સાથે ગાળાગાળી કરી હતી. અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જેથી સુનીલભાઇએ તેને આવી ગાળા ગાળી ન કરવાનુંસમજાવતા આરોપી મનોજ એકદમ ઉશ્કેરાઇ ગયો હતો અને તેની પાસે રહેલ છરી કાઢી સીધા સુનિલભાઈ તરફ દોડતા અને છરીલગાડવા જતા સુનિલભાઈએ તેમનો હાથ આડો નાખતા તેમના ડાબા હાથની હથેળીમાં ઇજા થયેલ અને લોહી નિકળવા લાગ્યું હતું અનેબાદમાં સુનિલભાઈને ચક્કર આવતા તેઓ ત્યાં જ બેભાન થઈ ગયા હતા. જેથી કિશન ગમારા અને અન્ય મિત્ર મોહનભાઇ વેલજીભાઇફટસારીયા તેમને રિક્ષામાં બેસાડી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા.જે મામલે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી વધુતપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application