અમરેલીમાં યુવકના જન્મદિવસે યોજેલી પાર્ટીમાં મિત્રએ છરી ઝીકી

  • February 29, 2024 03:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અમરેલીમાં યુવાનને તેના જ જન્મદિવસે યોજેલી પાર્ટીમાં મિત્રએ ઝાપટ મારી શાક સમારવાની છરીના ઘા મારી દેતા યુવકને લોહી લુહાણ હાલતમાં અમરેલીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવક મોબાઈલમાં પત્ની સાથે વાત કરતો હતો ત્યારે તું શું મોબાઈલમાં વાત કરે છે અહીં પાર્ટી છે આવ ને કહી હુમલો કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત વિગત મુજબ અમરેલીના ચક્કરગઢ રોડ પર ગણેશ રેસીડેન્સી બી-02માં રહેતો સાગર ઘનશ્યામભાઈ વેકરીયા (ઉ.વ.26)નામના યુવકનો ગત તા/27ના જન્મ દિવસ હોવાથી અમરેલીના ગાંધીબાગ પાસે મિત્ર લલિતભાઈ કુંભારના ઘરે જન્મ દિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું . તેમાં લલિતભાઈના ભાઈ, મિત્ર જતીન ચાવડા, અને દાનુભાઈ વાઘોસીને બોલાવ્યા હતા. પાર્ટીની ઉજવણી કરી વખતે યુવાન તેની પત્ની સાથે ફોનમાં વાત કરતો હતો ત્યારે દાનુ વઘોસીએ શું ફોનમાં વાત કરે છે આયા આવ પાર્ટી છે તો, યુવકે ફોન મૂકીને આવીશ મારે વાર લાગશે તેમ કહેતા દાનુ ઉશ્કેરાયો હતો અને યુવકને ઝાપટ મારી શાક સુધારવાની છરી વડે પડખાના ભાગે બે ઘા મારી દેતા અન્ય મિત્રો દોડી આવી મને છોડાવ્યો હતો અને લોહી નીકળટી હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બનાવ અંગે સાગર વેકરિયાની ફરિયાદ પરથી સીટી પોલીસે દાનુ વાઘોસી સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application