ભાજપના જ પૂર્વ કોર્પેારેટરે મુખ્યમંત્રીને ફરિયાદ કરી: વોર્ડ નં.બેમાં બેફામ ગેરકાયદે બાંધકામ

  • June 21, 2024 03:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોન હેઠળના વોર્ડ નં.૨માં હાલમાં બેફામ ગેરકાયદે બાંધકામો ચાલી રહ્યા છે અને ટાઉન પ્લાનિંગ બ્રાંચ દ્રારા તોડ કરવામાં આવી રહ્યા છે તેવી લેખિત ફરિયાદ ઈન્વર્ડ નં.૨૦૬૦થી ભાજપના પૂર્વ કોર્પેારેટર અનિલ મકવાણા દ્રારા મ્યુનિ. કમિશનરથી લઈ મુખ્યમંત્રી સુધી કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં છેલ્લા ઘણા સમયથી ટાઉન પ્લાનિંગ બ્રાંચમાં ફત્પલેલા–ફાલેલા ભ્રષ્ટ્રાચાર મામલે આ પૂર્વ કોર્પેારેટરે અગાઉ પણ ગાંધીનગર સુધી રજૂઆતો કરી હતી પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી. તાજેતરમાં આ પૂર્વ કોર્પેારેટરે વધુ એક વખત મ્યુનિ. કમિશનરથી લઈને મુખ્યમંત્રી સુધીના ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓને વોર્ડ નં.૨ના કયા વિસ્તારોમાં કયાં આગળ, કોના દ્રારા, કેટલું ગેરકાયદે બાંધકામ કરવામાં આવી રહ્યું છે તેની સંપૂર્ણ વિગતો પોતાના લેટરપેડ પર લેખિતમાં રવાના કરી છે. વોર્ડ નં.૨માં કુલ ૧૩ સ્થળોએ ગેરકાયદે બાંધકામો ચાલી રહ્યા હોવાનું મુખ્યમંત્રીને જણાવ્યું છે.  તદુપરાંત મુખ્યમંત્રીને કરેલી રજૂઆતમાં એમ પણ ઉમેયુ છે કે એક જ વોર્ડમાં લાંબા સમયથી ફરજ બજાવી રહ્યા હોય તેવા ટીપી બ્રાંચ સહિતની બ્રાંચના ભ્રષ્ટ્ર કર્મચારીઓ આવક કરતા વધુ સંપતિ ધરાવતા હોય છે આથી તેમની સામે એન્ટી કરપ્શન બ્યુરો દ્રારા તપાસ કરવામાં આવે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેવી માગણી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application