ભારતમાં કરોડપતિ કરદાતાઓની સંખ્યા 2,20,000થી વધુ થઈ ગઈ છે. છેલ્લા એક દાયકામાં પાંચ ગણો આશ્ચર્યજનક વધારો થયો છે. વધુ રસપ્રદ વાત એ છે કે કોવિડ પછીથી માત્ર ત્રણ વર્ષમાં 100,000 લોકો કરોડપતિ કરદાતાઓની હરોળમાં જોડાયા છે. ટેક્સ નિષ્ણાતોએ કરોડપતિ કરદાતાઓની સંખ્યામાં વધારો થવા પાછળ અનેક પરિબળોને જવાબદાર ગણે છે. તેમાં ઝડપથી વધી રહેલું શેરબજાર, પસંદગીની કંપ્નીઓમાં જંગી નફો, પગારમાં જંગી વધારો અને અન્ય કંપ્નીઓમાંથી ટેલેન્ટ ખેંચવા, કરવેરાના કડક નિયમો અને કર નિયમોમાં ફેરફારનો સમાવેશ થાય છે.
ગ્રાન્ટ થોર્ન્ટન ઈન્ડિયાએ કહ્યું ’એઆઈ-આધારિત ટેક સેક્ટર, ગ્રીન એનજીર્, વ્યાવસાયિક સેવાઓ, ઊભરતાં ક્ષેત્રોમાં સ્ટાર્ટઅપ્સમાં અનુભવ અને કૌશલ્યની માંગમાં વધારો થયો છે. તેમણે જણાવ્યું હતું કે શેરબજારની તેજીથી ઘણા વરિષ્ઠ અધિકારીઓને પણ ઘણો ફાયદો થયો છે.
પીડબ્લ્યુસી ઇન્ડિયાના પાર્ટનર રાનેન બેનજીર્એ કહ્યું કે કોવિડ પછી કોર્પોરેટ્સમાં રાજીનામાની લહેરથી વર્ષનાં મધ્યમાં તેમને 20 થી 30% પગાર વધારવાની ફરજ પડી હતી. તે ઘણા પગારદાર આવકવેરાદાતાઓને કરોડનો આંકડો પાર કરવામાં પણ ફાળો આપે છે.’
ઇવાયના વરિષ્ઠ સલાહકાર સુધીર કાપડિયા કહે છે કે કોવિડ દરમિયાન કંપ્નીઓના નફામાં ઉછાળો આવ્યો હતો. શેરધારકોને મળતા ડિવિડન્ડમાં પણ વધારો થયો. 2020-21થી ડિવિડન્ડ ઇન્કમ કરપાત્ર બનતા ઘણા લોકો રૂ. 1 કરોડના ટેક્સ બ્રેકેટમાં આવ્યા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબ્રાઝિલની રાજધાનીમાં સુપ્રીમ કોર્ટ પાસે જ વિસ્ફોટ, એકનું મોત, ૨ ઘાયલ
November 14, 2024 11:36 AMએકસ ટોકિસક પ્લેટફોર્મ બની ગયું છે: બ્રિટિશ અખબાર સહિત સવા લાખ યુઝર્સે કર્યેા બહિષ્કાર
November 14, 2024 11:35 AMહાપા યાર્ડ ખાતે આજથી ટેકાના ભાવે મગફળી ખરીદીનો પ્રારંભ
November 14, 2024 11:31 AMશેઠવડાળામાં થયેલા ધિંગાણામાં સામસામી નોંધાવાતી પોલીસ ફરીયાદ
November 14, 2024 11:24 AMગુલાબનગરમાં જુગારના અખાડામાંથી બે લાખની રોકડ સાથે ત્રિપુટી ઝબ્બે
November 14, 2024 11:20 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech