રમતગમત ક્ષેત્રે શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડીનું થયુ અભિવાદન

  • August 22, 2024 03:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદર જિલ્લાના પ્રવાસે કેન્દ્રીય મંત્રી અને સાંસદ તાજેતરમાં પધાર્યા હતા, તેઓએ સંસ્થાઓ દ્વારા યોજાયેલ કાર્યક્રમોમાં હાજરી આપી હતી. રાણાવાવના ભોદ પાટીયા પાસે ક્રિષ્ના સાયન્સ સ્કૂલ ખાતે ઘેડ સામાજીક વિકાસ સમિતિ દ્વારા યોજાયેલ કાર્યક્રમમાં સાંસદશ્રી ડો. મનસુખભાઈ માંડવીયા ઉપસ્થિત રહ્યા હતા.આ તેજસ્વી વિદ્યાર્થીઓના સન્માન સમારોહમાં સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાતના માધ્યમથી સિદ્ધિ પ્રાપ્ત કરેલ પોરબંદર જિલ્લાના શ્રેષ્ઠ ખેલાડીઓને કેન્દ્રીય કેબીનેટ સ્પોર્ટસ મિનીસ્ટર ડો. મનસુખભાઈ માંડવીયા દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તકે ડાયરેક્ટર ડી.એલ.એસ.એસ. ડો. મનિષ જીલડીયા દ્વારા સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત વતી ડો. મનસુખભાઈ માંડવીયાને મોમેન્ટો અર્પણ કરી આવકાર્યા હતા તસ્વીર (તસ્વીર: જિજ્ઞેશ પોપટ)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application