જસદણના બાખલવડની વાડીમાંથી ૩.૪ કિલો ગાંજા સાથે ખેડૂત ઝડપાયો

  • November 20, 2023 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જસદણ તાલુકાના બાખલવડ ગામ પાસે આવેલ વાડીમાં ધીરૂ પલાળીયા નામના શખ્સે પોતાની વાડીમાં માદક પદાર્થ (ગાંજા)નું વાવેતર કર્યુ હોવાની રૂરલ એસ.ઓ.જી.ના હેડ કોન્સ. વિજયભાઈ વેગડ અને હિતેષભાઈ અગ્રાવતને બાતમી મળતા બાખલવડ ગામ પાસે આવેલી વાડીમાં દરોડો પાડી રૂ.૩૪ હજારની કિંમતના ૩.૪ કિલો ગ્રામ ગાંજાના જથ્થા સાથે વાડી માલીક ધીરૂ કેશુભાઈ પલાળીયા (ઉ.વ.૩૫) (રહે.બાખલવાડ, જસદણ)ને પકડી લઈ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવમાં પોલીસની પુછપરછમાં આરોપી ધીરૂ ૧૫ દિવસ પહેલા દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા પકડાયો હતો. બાદ વેચવા માટે તેણે પોતાની વાડીમાં ગાંજાનું વાવેતર કર્યુ હોવાનું જાણવા મળ્યું હતું. આ બનાવ અંગે જસદણ-આટકોટ પોલીસ મથકના પીએસઆઈ જે.એચ.સીસોદીયાએ વધુ તપાસ હાથ ધરી છે. આ કામગીરી એસઓજીના પીઆઈ બી.સી.મીયાત્રા, એ.એસ.આઈ. અતુલભાઈ, હેડ કોન્સ. જયવીરસિંહ, હિતેશભાઈ, રણજીતભાઈ ધાધલ દ્વારા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application