કાલાવડ નજીક ડબલ સવારી બાઇકને અજ્ઞાત વાહને ઠોકર મારી

  • November 04, 2023 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બે પિતરાઈ ભાઈઓ ગંભીર ઇજા થતા સારવારમાં ખસેડાયા

કાલાવડના ફગાસ પાટીયા નજીકના રોડ પર ડબલ સવારી બાઇકને પાછળથી આવી રહેલા અજ્ઞાત વાહનના ચાલકે ઠોકર મારી અકસ્માત સર્જયો હતો, જેમાં બાઈક સવાર બે પિતરાઈ ભાઈઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, અને સારવાર હેઠળ છે. જે અકસ્માત મામલે પોલીસ તપાસ ચલાવે છે.
કાલાવડમાં આંબેડકર નગરમાં રહેતો દિલીપભાઈ માધુભાઈ શેખા નામનો યુવાન પોતાના ફઈબાના દીકરા એવા પિતરાઈ ભાઈ વિક્રમભાઈ અમૃતભાઈ ધમ્મરને પોતાના બાઈક નં. જીજે૧૦ડીપી-૧૮૪૬માં પાછળ બેસાડીને કાલાવડ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો.
જે દરમિયાન રીનારી ગામથી ફગાસ ગામના પાટીયા પાસે આવી રહેલા એક અજ્ઞાત ફોરવીલના ચાલકે ઠોકરે ચઢાવતાં અકસ્માત સર્જાયો હતો. જે અકસ્માતમાં બંને પિતરાઈ ભાઈઓને શરીરના જુદા જુદા ભાગોમાં ફ્રેક્ચર સહિતની ઇજાઓ થઈ છે, અને બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
આ અકસ્માતના બનાવની જાણ થતા કાલાવડ ગ્રામ્ય પોલીસની ટુકડી ઘટના સ્થળે તેમજ હોસ્પિટલે દોડી ગઈ હતી, આ અંગે દિલીપભાઇએ કાલાવડ ગ્રામ્ય પોલીસમાં અજ્ઞાત વાહન ચાલક સામે ફરીયાદ કરતા અકસ્માત સર્જનાર ફોરવીલ ચાલકની શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application