ઉનાના નવાબંદરમાં ડિગ્રી વગરનો ડોકટર ઝડપાયો

  • March 21, 2024 10:12 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઊના તાલુકાના નવાબંદર ગામમાં ક્લિનિક ખોલી તબીબ કોઈ પણ જાતની ડીગ્રી વગર લોકોની સારવાર કરી રહ્યો હોવાની ફરિયાદ નવાબંદર પોલીસને મળતા પીએસઆઇ પી.જે.બાટવા, ઊના તાલુકા બ્લોક હેલથ ઓફિસર ડો. વિપુલભાઈ દુમાતર, સિટી બીટ જમાદાર એ.એન.ડોડીયા, એએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલ ભરતભાઈ, કનુભાઈ સહિતની ટીમ નવાબંદર ગામે આવેલા ક્લિનિકમાં પહોંચી હાજર ડોકટરનું નામ પુછતા પોતાનું નામ સુલેમાન ઈશભાઈ ભાદરકા (ઉ.વ.૬૫ રહે. ઊના ગુલમહોર સોસાયટી ખોડીયાર નગર)નો હોવાનું જણાવતા તબીબ પાસે મેડિકલ પ્રેક્ટિસ કરવા માટે માન્ય ડિગ્રી અને પ્રમાણપત્ર જોવા માગતા જે પોતા પાસે ન હોવાનું કહેતા પોલીસે ડીગ્રી વગરના ડોકટરની અટકાયત કરી ક્લિનિકમાં રાખેલ મેડિકલ સાધનો અને એલોપેથીક દવાઓ, આર્યુવેદિક દવાઓ મળી કુલ ૪ કોથળા સહિત રૂપિયા ૫૬,૫૫૪નો મુદામાલ કબજે કરી તેમની સામે આઇપીસી ૩૩૬, ગુજરાત મેડિકલ કાઉન્સિલ એકટ ૧૯૬૫ની કલમ ૧૫(૩) મુજબ ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આમ ડિગ્રી વગરનો ડોકટર પકડતા ઊના તાલુકામાં ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા ડોકટરોમાં ફફડાટ ફેલાઇ ગયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application