જેતપુરમાં ભોજાદાર વિસ્તારમાં હનુમાન મંદિર પાસે આવેલ ઓરડીમાં ચાલી રહેલા ક્લિનિકમાં પોલીસે દરોડો પાડી અહીં ડિગ્રી વગર ડોક્ટર બની લોકોના ઈલાજ કરનાર શખસને પોલીસે ઝડપી લીધો હતો.પોલીસે દરોડા દરમિયાન અહીંથી મેડિકલ પ્રેક્ટિસને લગતો સામાન અને રોકડ રકમ સહિત 27046 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. ઝડપાયેલ શખસ અગાઉ જૂનાગઢમાં હોસ્પિટલમાં કમ્પાઉન્ડર હતો જેમાં લાંબો અનુભવ મેળવી લીધા બાદ અહીં ખુદનું ક્લિનિક શરૂ કરી દીધું હતું.
જાણવા મળતી વિગતો મુજબ, જેતપુર સિટી પોલીસ મથકના પીએસઆઇ વી.સી. પરમાર તથા કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ રાઠોડ સહિતનો સ્ટાફ તપાસમાં હતો દરમિયાન મળેલી બાતમીના આધારે અહીં જેતપુરમાં ભોજાધાર વિસ્તારમાં હનુમાન મંદિર પાસે આવેલ યારમોહમ્મદ બ્લોચની ઓરડીમાં ચાલી રહેલા ક્લિનિકમાં દરોડો પાડ્યો હતો. પોલીસે અહીં પોતાની જાતને ડોક્ટર તરીકે ઓળખાવનાર શખસની પૂછતાછ કરતા તેણે પોતાનું નામ વિજય કાળુભાઈ ભેડલીયા(ઉ.વ 35 રહે નયનપાર્ક, પંચમીયા હોસ્પિટલ પાછળ, ધોરાજી રોડ, જેતપુર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેની પાસેથી મેડિકલ પ્રેક્ટિસ અંગેની ડિગ્રી માંગતા તેની પાસે આવી કોઈ ડીગ્રી હોવાનો ઇનકાર કર્યો હતો. જેથી પોલીસે અહીંથી મેડિકલ પ્રેક્ટિસને લગતો સામાન અને રોકડ રકમ સહિત 27,046 નો મુદ્દામાલ કબજે કરી આ શખસ સામે મેડીકલ પ્રેક્ટિસનર એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી છે.
પોલીસે વિશેષમાં જણાવ્યું હતું કે, આ શખસે બી.કોમ.નો અભ્યાસ કર્યો છે તે અગાઉ જૂનાગઢમાં હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે વર્ષ 2015 થી નોકરી કરતો હતો જેથી કમ્પાઉન્ડર તરીકેનો લાંબો અનુભવ મેળવી લીધા બાદ તેણે પોતાનું ખુદનું ક્લિનિક શરૂ કરી દીધું હતું. જોકે પોલીસને પૂછપરછમાં તેણે અહીં પખવાડિયાથી જ ક્લિનિક શરૂ કર્યું હોવાનું રટણ કર્યું છે. આ બાબતે પોલીસે આવ વિશેષ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબિટકોઈન ૯૩૦૦૦ ડોલરની નવી ઓલ ટાઈમ હાઈ પર, ટ્રમ્પની જીત બાદ ૩૨ ટકાનો ઉછાળો
November 14, 2024 11:14 AMઅદાણી અમેરિકામાં એનર્જી–ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરમાં ૧૦ બિલિયન ડોલરનું રોકાણ કરશે
November 14, 2024 11:11 AMટ્રમ્પે નીતિના નાયબ વડા તરીકે મિલરની નિમણૂક કરી: ઈમિગ્રેશનમાં કડકાઈ રાખશે
November 14, 2024 11:09 AMજી.જી. હોસ્પીટલમાં બિમારી સબબ અજ્ઞાત વૃઘ્ધનું મોત
November 14, 2024 11:09 AMરશિયાને ભરી પીવા માટે યુક્રેન હવે બનાવશે પરમાણુ બોમ્બ
November 14, 2024 11:08 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech