ચીનમાં બેઠેલા તબીબે ૧૨૦૦૦ કિમી દૂર મોરોક્કોના દર્દીનું સફળ ઓપરેશન કયુ

  • December 31, 2024 11:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ચીન એક પછી એક ઈતિહાસ રચવામાં માહેર છે. વિશ્વના સૌથી મોટા ડેમ બનાવવાનો મામલો હજુ પૂરો થયો નથી કે ચીને સૌથી લાંબા અંતરની રિમોટ સર્જરી કરીને નવો રેકોર્ડ બનાવ્યો છે.વિજ્ઞાન અને ટેકનોલોજીએ ઘણા અશકય કાર્યેાને શકય બનાવ્યા છે. આમાં રિમોટ સર્જરી પણ સામેલ છે અને તે કોઈ મોટા ચમત્કારથી ઓછું નથી. એટલે કે ડોકટર દર્દીથી દૂર રહીને પણ તેની સર્જરી કરી શકે છે. ચીને આ મામલે રેકોર્ડ બનાવ્યો છે. ચીનમાં બેઠેલા એક ડોકટરે ૧૨ હજાર કિલોમીટર દૂર મોરોક્કોની હોસ્પિટલમાં દાખલ દર્દીની સર્જરી કરી. આ અત્યાર સુધીની સૌથી લાંબા અંતરની રિમોટ સર્જરી છે.આ સર્જરી ચીનના ફ્રેન્ચ મૂળના ડોકટર દ્રારા કરવામાં આવી છે. ડોકટર ચીનમાં બેસીને આદેશો આપતા રહ્યા અને રોબોટે મોરોક્કોમાં દર્દીની પ્રોસ્ટેટ ગાંઠ દૂર કરવાની સર્જરી કરી. એટલું જ નહીં, તેણે આશ્ચર્યજનક ચોકસાઈથી ટાંકા પણ બનાવ્યા.


વિશ્ર્વની સૌથી લાંબી રિમોટ સર્જરીનો રેકોર્ડ
ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, આ ઇન્ટરકોન્ટિનેન્ટલ સર્જરી અત્યાર સુધીની દુનિયાની સૌથી લાંબી રિમોટ સર્જરી બની ગઈ છે. તેનું રાઉન્ડ–ટ્રીપ ટ્રાન્સમિશન અંતર ૩૦,૦૦૦ કિલોમીટરથી વધુ છે. અત્યાર સુધી, કોઈપણ દેશમાં કોઈ પણ ડોકટરે આટલી લાંબા અંતરની રિમોટ સર્જરી કરી નથી કારણ કે તેના માટે માત્ર શ્રે સર્જિકલ કૌશલ્ય જ નહીં પરંતુ અન્ય ઘણા પરિબળોનું સંયોજન પણ જરી છે. ચીને આ સર્જરીને તેના મેડિકલ સાયન્સની પ્રગતિ તરીકે રજૂ કરી છે. અગાઉ ચીને ૫ હજાર કિલોમીટરના અંતરે રિમોટ સર્જરી કરી હતી.રિમોટ સર્જરી એ મેડિકલ સાયન્સના ક્ષેત્રમાં એક મોટી ક્રાંતિ સમાન છે. આનાથી શ્રે સર્જનની સેવાઓ વિશ્વના કોઈપણ ખૂણામાં બેઠેલા કોઈપણ દર્દી સુધી પહોંચી શકે છે. આનાથી દર્દીઓને વિદેશ જવાની જર નહીં પડે અને મોટા ખર્ચની બચત થશે. પરિવહનની સમસ્યામાંથી પણ મુકિત મળશે.

માત્ર ૧૦૦ મિલીસેકન્ડનો ફરક
૧૬ નવેમ્બરે યુનેસ અહલાલે આ સર્જરી કરી હતી જે ૨ કલાક સુધી ચાલી હતી. આશ્ચર્યની વાત એ છે કે આટલું લાંબુ અંતર હોવા છતાં સમયના તફાવતની સમસ્યા ખૂબ જ સારી રીતે હલ થઈ ગઈ. આ કારણે, ડોકટરે ચીનથી આદેશ આપ્યો અને મોરોક્કોમાં રોબોટ દ્રારા સર્જરી કરવામાં આવી તે સમય વચ્ચે માત્ર ૧૦૦ મિલિસેકન્ડનો તફાવત હતો. એટલે કે સમયનો તફાવત, આટલું મોટું અંતર, ટેકનોલોજીના કારણે સારવારમાં કઈં અડચણ ન બન્યું અને સર્જરી સફળ રહી




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News