સાંસદ નિમુબેન બાંભણીયાની અધ્યક્ષતામાં જિલ્લા દિશા કમિટીની બેઠક યોજાઈ

  • December 25, 2024 03:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર કલેક્ટર કચેરી ખાતે ભાવનગરના સાંસદ  નિમુબેન બાંભણીયાના અધ્યક્ષતામા ડિસ્ટ્રીકટ ડેવલપમેન્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનિટરીંગ કમિટી(દિશા)ની બેઠક યોજાઇ હતી.જેમાં મેયર ભરતભાઈ બારડ, ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ અને સેજલબેન પંડ્યા, પૂર્વ મંત્રી આર.સી.મકવાણા, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ તથા દિશા કમિટીના આમંત્રિત સભ્યઓ  ઉપસ્થિત રહ્યાં હતાં અને રચનાત્મક સૂચનો કર્યાં હતાં.
બેઠકમાં સાંસદ  નિમુબેન બાંભણીયાએ જિલ્લામાં ચાલી રહેલા વિકાસકાર્યોમાં ગુણવતા જળવાઇ રહે તેમજ તમામ કામો નિયત સમયમાં પૂર્ણ કરવા,ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવા તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાનો લાભ છેવાડાના તમામ લોકો સુધી મળી રહે તે દિશામાં આયોજન કરી પાયાની જરૂરિયાતોને પ્રાથમિકતા અપાય તે દિશામાં કાર્ય કરવાનો અનુરોધ કર્યો હતો. સાસંદશ્રીએ જિલ્લામાં જે કામોનું ટેન્ડરીંગ થઇ ગયું હોય છતાં નિયત સમયમાં કામ ચાલુ અથવા પૂર્ણ ન કરે તેવી એજન્સીઓને ટર્મિનેટ કરવા સુચના આપી હતી 
દિશાની બેઠકમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગારી બાંહેધરી યોજના (મનરેગા યોજના), સુજલામ સુફલામ જળ અભિયાન યોજના,પ્રધાનમંત્રી આવાસ યોજના, સ્વચ્છ ભારત મિશન, આત્મા પ્રોજેક્ટ, પ્રધાનમંત્રી ગ્રામ સડક, સાંસદ આદર્શ ગ્રામ, રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન, ઈ-શ્રમ,  રાષ્ટ્રીય ગ્રામીણ  પેયજળ કાર્યક્રમ, પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ, પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના, નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, ખેલો ઇન્ડિયા યોજના રેલવે જેવી વિવિધ કેન્દ્ર સરકારની યોજનાઓની સમીક્ષા કરવામાં આવી હતી.
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી જે.એન.જરૂએ બેઠકનું સંચાલન કર્યું હતું, સબંધિત વિભાગના અમલીકરણ અધિકારીઓએ દરેક યોજનાઓમાં થયેલી કામગીરી રજૂ કરી હતી.
બેઠકમાં જિલ્લા કલેક્ટર આર.કે.મહેતા, ઇન્ચાર્જ જિલ્લા વિકાસ અધિકારી ડી.એમ.સોલંકી  સહિત  સંબંધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application