જામનગરમાં કસ્ટમ-ઇન્કમટેક્ષ બિલ્ડીંગમાં એનએસજી કમાન્ડોનું દિલધડક ઓપરેશન

  • July 19, 2023 11:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એનએસજી કમાન્ડો, પોલીસની જામનગરમાં ઇતિહાસની સૌથી લાબી મોકડ્રીલ....
જામનગરમાં બે-ત્રણ દિવસથી એનએસજીના કમાન્ડોએ અહીં ધામા નાખ્યા હતા અને શહેર તથા સ્થાનીક પોલીસ સહિતની ટુકડીઓને સાથે રાખીને કસ્ટમ્સ કમિશ્નરેટ બિલ્ડીંગ ખાતે ગઇ સાંજથી મધરાત સુધી ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું અને આખી કવાયતને મોડેથી મોકડ્રીલ જાહેર કરાઇ હતી, જામનગરમાં આ પ્રકારની કવાયતએ સૌથી લાંબી મોકડ્રીલ હોવાનું માનવામાં આવી રહયું છે, અગમચેતીના ભાગરુપે જુદા જુદા વિભાગો દ્વારા ડેમો કરવામાં આવતો હોય છે, ઇન્કમટેક્ષ બિલ્ડીંગમાં ત્રાસવાદી ઘુસી આવ્યાના ઇન્પુટના આધારે બિલ્ડીંગ કોર્ડન કરી એનએસજીના કમાન્ડો દ્વારા દિલધડક ઓપરેશનને અંતે મોકડ્રીલ જાહેર કરતા તંત્ર સહિતનાઓએ રાહતનો દમ લીધો હતો. પ્રસ્તુત તસવીરોમાં બિલ્ડીંગ બહાર ઉભેલા ચુનંદા જવાનો અલગ અલગ ટુકડીઓ સહિતના દ્રશ્યમાન થાય છે.

**
ઘુસીને લોકોને બંધક બનાવ્યાના ઇન્પુટથી સુરક્ષા જવાનો હરકતમાં આવ્યા : વિસ્તારને કોર્ડન કર્યો : એસઓજી, એલસીબી, ફાયર, એમ્બ્યુલન્સ સહિતની ટુકડીઓ જોડાઇ : સાંજથી મધરાત સુધી ચાલેલી કવાયતને મોકડ્રીલ જાહેર

જામનગરના ગુલાબનગર નજીક આવેલ કસ્ટમ-ઇન્કમટેક્ષ બિલ્ડીંગમાં ત્રાસવાદી ઘુસીને લોકોને બંધક બનાવ્યા છે આ પ્રકારનો મેસેજ મળતા જુદી જુદી સુરક્ષા ટુકડીઓ સહિતમાં દોડધામ મચી ગઇ હતી, તુરંત વિસ્તાર કોર્ડન કરી અને એનએસજી કમાન્ડોએ દિલધડક ઓપરેશન હાથ ધર્યુ હતું, ગઇ સાંજથી લઇને મધરાત સુધી ચાલેલા આ સમગ્ર કવાયતને આખરે મોકડ્રીલ જાહેર કરવામાં આવી હતી, જામનગરમાં આ પ્રકારની કવાયતએ સૌથી મોટી હોવાનું જાણવા મળ્યું છે, સમગ્ર કાર્યવાહી વખતે પોલીસ અને ફાયર તથા એમ્બ્યુલન્સની ગાડીઓની ચહલ પહલ જોઇને એક તબકકે લોકોમાં પણ અલગ અલગ ચર્ચાઓ ઉઠી હતી પરંતુ અગમચેતીના ભાગરુપે કરાતી મોકડ્રીલ હોવાનું જાહેર થતા રાહતની લાગણી જન્મી હતી.
નેશનલ સિક્યુરિટી ગાર્ડ એટલે કે એન.એસ.જીના કમાન્ડો તેમજ જામનગર સ્થાનિક પોલીસની વિવિધ શાખા એસઓજી, એલસીબી અને મોટી સંખ્યામાં સુરક્ષા દળો દ્વારા ગતરાત્રિના શહેરના ગુલાબનગર રોડ પર આવેલ સીમા સુરક્ષા દળ અને ઇન્કમટેક્સ બિલ્ડિંગમાં આતંકીઓ ઘુસ્યા હોય અને મોટો આત્મઘાતી હુમલો કરી દેશની સુરક્ષાને નુકસાન પહોંચાડવાનું કાવતરું ઘડી લોકોને બંધક બનાવી મોટું નુકસાન પહોચાડવાના બદઇરાદા સાથે આવેલ આતંકવાદીઓ આવ્યા હોવાનું ઇન્પુટ મળતા ચુનંદા જવાનો હરકતમાં આવ્યા હતા અને એન.એસ.જી કમાન્ડોએ બાથ ભિડી હતી.
અને તમામ બંધકોને સુરક્ષિત અને સલામત બહાર કાઢવામાં આવ્યા હતા તેમજ આતંકીઓને પકડી પાડ્યા હતા અને અત્રે ઉલ્લેખનીય છે કે દેશ વિરોધી તત્વ ભારત દેશને નુકસાન પહોંચાડવા અવારનવાર આતંકી હુમલાઓ અને કાવતરાઓ રચતા હોય છે પરંતુ ભારત દેશના દરેક જવાનોમાં ભોમની રક્ષા માટે હંમેશા તત્પર રહે છે. આવું જ ગત સાંજના રોજ શહેરના ગુલાબનગર રોડ ઉપર લોકોને જોવા મળ્યું હતું એક સમયે તો લોકો સમગ્ર જવાનોને જોઈ સ્તબંધ થઈ ગયા હતા અને શું ચાલી રહ્યું છે તે જાણવા માટે આતુર બન્યા હતા અને મીડિયાને પણ આ તમામ કાર્યવાહીથી દૂર રાખવામાં આવ્યું હતું.
મુંબઈમાં બનેલા ૨૬/૧૧ જેવા આત્મઘાતી હુમલા હુમલા બાદ તમામ સુરક્ષા એજન્સીઓ કોઈ પણ દેશ વિરોધી વ્યક્તિને સરળતાથી દરેક પ્રકારની માહિતી ન મળી રહે તેવા હેતુસર વિસ્તારને કોર્ડન કરી ઇલેક્ટ્રિસિટી અને લાઇટો બંધ કરાવવામાં આવી હતી રોડને પણ એક બાજુથી બંધ કરવામાં આવ્યો હતો જેથી કોઈપણ પરિસ્થિતિને સરળતાથી પહોંચી શકાય આ સમગ્ર કાર્યવાહીના અંતે કવાયતને મોકડ્રિલ જાહેર કરવામાં આવી હતી અને તંત્ર સહિતનાઓએ રાહતનો દમ લીધો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application