કૂતરાઓએ બાળકીને ફાડી ખાતા અરેરાટી
ભાણવડ તાબેના ટિંબડી ગામની સીમમાં એક નવજાત બાળક લોહી-લુહાણ હાલતમાં પડ્યું હોવા અંગેની જાણ સ્થાનિકો દ્વારા પોલીસ તંત્રને કરવામાં આવતા આના અનુસંધાને પોલીસ સ્ટાફે આ સ્થળે દોડી જઈ અને પરિસ્થિતિ જાણી હતી.
અહીં પડેલા નવજાત બાળક (સ્ત્રી)ને કોઈ કૂતરાઓએ શરીરના અલગ અલગ ભાગોમાં કરડી ખાતા આ નવજાત બાળકીને તાકીદે સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના તબીબોએ આ નવજાત બાળકને મૃત્યુ પામેલું જાહેર કર્યું હતું.
આ સમગ્ર પ્રકરણ અંગે ટિંબડી ગામના રહીશ અરજણભાઈ ગળચર (ઉ.વ. 35) એ કોઈ અજાણી મહિલાએ પોતાની તાજી જન્મેલી મૃત બાળકીનો જન્મ છુપાવવા માટે તેને ત્યજી દેતા કુતરાઓએ આ નવજાત બાળકને ઇજાઓ પહોંચાડતા તેનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેની વિધિવત ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવી છે. જેને અનુલક્ષીને પોલીસે અજાણી મહિલા સામે આઈપીસી કલમ 318 મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech