પોરબંદરના ઝુરીબાગ વિસ્તારમાં મિત્રતાના દાવે રહેવા આપેલ મકાન પચાવી પાડવામાં આવતા અને ૧૪ વર્ષથી તેનો ગેરકાયદેસર રીતે કબજો જમાવી લીધો હોવાથી લેન્ડગ્રેબિંગ હેઠળ નોંધાયો છે.
પોરબંદરના ઝુરીબાગ વિસ્તારમાં શેરી નંબર ૧૪ ખાતે રહેતા અને મચ્છીની કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતા કલ્પેશ પ્રેમજીભાઈ માલમ દ્વારા એવી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે કે તેમના પિતા પ્રેમજીભાઈ બોદાભાઈ માલમે ૨૦૧૦ ની સાલમાં ઝુરીબાગ વિસ્તારમાં મકાનની ખરીદી કરી હતી અને તેના પિતા પ્રેમજીભાઈએ પોતાના મિત્ર હીરાભાઈ બાવનભાઈ ગોહેલને મિત્રતાના દાવે એ મકાનમાં નીચેના રૂમ બે-ત્રણ મહિના માટે રહેવા માટે આપ્યો હતો ત્યારથી આ મકાનમાં ફરિયાદીના પપ્પાના મિત્ર હીરાભાઈ અને પત્ની વનિતાબેન તથા બે દીકરા રોહિત અને અનિલ રહેતા હતા.
૨૦૨૧ ની સાલમાં ફરિયાદીના પિતા પ્રેમજીભાઈ માલમ નું અવસાન થયું હતું અને એ પછીના ત્રણ મહિના બાદ પિતા ના મિત્ર હીરાભાઈ પણ મૃત્યુ પામ્યા હતા ત્યારથી હીરાભાઈ ના પત્ની વનિતાબેન અને બે દીકરાઓ મકાનમાં નીચેના રૂમમાં રહેતા હતા.
અને છેલ્લા છ વર્ષથી વનિતાબેન તેના બંને પુત્રો સાથે બીજે ક્યાંક રહેવા ચાલ્યા ગયા હતા.
જેથી હીરાભાઈ ના દીકરા રોહિત અને અનિલને મિલકતનો મકાનનો કબજો ખાલી કરી આપવાની વાત કરતા તેઓએ ના પાડી દીધી હતી ત્યારબાદ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં મિલકત ખાલી કરી ન હતી અને તેમાં પોતાનો સામાન રાખી ગેરકાયદેસર રીતે તાળું મારી કબજો કરી લીધો હતો.
અને છેલ્લા છ વર્ષથી માર્કેટિંગ યાર્ડ નજીક ખાપટ વિસ્તારમાં રહેવા જતા રહ્યા હતા આથી ફરિયાદીએ ગુજરાત જમીન પચાવવા પર પ્રતિબંધિત અધિનિયમ હેઠળ ફરિયાદ કરી હતી અને પોરબંદરના સભ્ય સચિવ તેમજ નિવાસી અધિક કલેક્ટર દ્વારા રચવામાં આવેલી સમિતિમાં ચર્ચા થતાં એફઆઈઆર દાખલ કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આથી આ પછી વનીતાબેન હીરાભાઈ ગોહેલ વગેરે એ હાઇકોર્ટમાં અરજી કરેલી હતી અને હાઇકોર્ટ તરફથી ઓરલ ઓર્ડર મુજબ વચગાળાનો સ્ટે આપવામાં આવેલ હતો જે સ્ટે પણ નીકળી ગયો હતો તેથી અંતે વનિતાબેન હીરાભાઈ ગોહેલ રોહિત હીરાભાઈ ગોહેલ અને અનિલ હીરાભાઈ ગોહેલ સામે લેન્ડ ગ્રેબીંગ એક્ટ હેઠળ ગુનો નોંધાવીને ફરિયાદીના મકાનમાં નીચેના એક રૂમ રસોડા સાથેની મિલકત ઉપર છેલ્લા ૧૪ વર્ષે ગેરકાયદેસર દબાણ કરી કબજો કરેલ હોવાથી ફરિયાદ દાખલ થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅચાનક કેમ વધી ગરમી? ઠંડીની મૌસમમાં લોકો પાડી રહ્યા છે પરસેવો...જાણો કારણ
January 22, 2025 10:58 PMગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech