ખંભાળિયામાં પખવાડિયા પૂર્વે થયેલી બાઇક ચોરીનો ગુનો પોલીસમાં નોંધાયો

  • January 09, 2024 10:01 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

યુવાનનો મોબાઈલ ચોરાયો

ખંભાળિયામાં આવેલી તુલસી પાર્ક સોસાયટી ૨ માં રહેતા જુમાભાઈ મુસાભાઈ લંઘા નામના ૪૨ વર્ષના યુવાને ગત તારીખ ૨૧ ડિસેમ્બરના રોજ પોતાના ઘર આગળ પાર્ક કરેલું રૂપિયા ૬૫,૦૦૦ ની કિંમતનું સ્પ્લેન્ડર મોટરસાયકલ રાત્રિના સમયે કોઈ તસ્કરો ચોરી કરીને લઈ ગયા હોવાની ફરિયાદ ગઈકાલે સોમવારે અહીંના પોલીસ મથકમાં નોંધાઈ છે.
મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા પ્રકાશભાઈ પ્રેમજીભાઈ ભરડવા નામના ૪૫ વર્ષના યુવાનનો રૂપિયા સાડા ચૌદ હજારની કિંમતનો વિવો કંપનીનો મોબાઈલ ફોન કોઈ ગઠિયો તેમના જેકેટના ખિસ્સામાંથી ફેરવીને લઈ ગયો હોવાની ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application