યુવાનના આપઘાતના પ્રયાસના મામલે વ્યાજખોરો સામે નોંધાયો ગુનો

  • August 21, 2024 04:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વ્યાજખોરોના ત્રાસથી કંટાળી બે દિવસ પહેલા ગળેફાંસો ખાઈ આપઘાતનો પ્રયાસ કરવનાર યુવાને વ્યાજખોરોએ આપેલી હત્યાની ધમકીથી ગભારાઈને આ પગલુ ભર્યું હોવાનું ખુલતા બોરતળાવ પોલીસે આ બનાવ અંગે બે શખ્સ વિરુદ્ધ આત્મહત્યાની દુમોરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
અસલમ  અગરીયા નામના યુવાને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ લઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો.જો કે, સમયસર અન્ય લોકો આવી જતાં આ યુવકનો બચાવ થયો હતો. પોલીસ સમક્ષના નિવેદનમાં યુવાને જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા તે વાહીદભાઈ વરિીયાને ત્યાં ડ્રાઇવર તરીકે નોકરી કરતો હતો અને તે સમયે દવાખાનું આવી જતાં તેણે રૂા.૧ લાખનો ઉપાડ લીધો હતો.
દરમિયાનમાં તેણે નોકરી બદલાવી હતી એટલે વાહીદ તેમજ તેનો ડ્રાઇવર પૈસાની માંગણી કરી જો પૈસા નહી આપે તો તને મારી નાંખીશુ તેવી ધમકી આપતાં હતા. તા.૧૮ના રોજ ફરિયાદી એમ.કે. રોડલાઈનની ઓફિસે ગયો ત્યારે આરોપી અર્ઝ શેખ આવ્યો હતો અને
તેણે ફરિયાદીને તુ કેમ પૈસા નથી આવતો તેમ જણાવી ગાળો આપ્યાં ગ બાદ ફરિયાદીને માર માર્યો હતો. અ આ શખ્સે જો ૨૪ કલાકમાં પૈસા નહીં મળે તો હુ અને વાહીદભાઇ તારી હત્યા કરી નાંખીશુ તેવી ધમકી આપી હતી. ઘરે ગયેલા અસલમને તેની
હત્યા કરી નાંખવામાં આવશે તેવા વિચારથી તે એટલો ગભરાઇ ગયો હતો કે, તેણે ઘરે ગળેફાંસો ખાઇ  આપઘાતનો પ્રયાસ કર્યો હતો. બોરતળાવ પોલીસે આ બનાવ અંગે વાહીદ ભુરાભાઇ વરીયા અને અઝર હનીફભાઈ શેખ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application