માળિયાના સરવડ ગામે ઘરમાં ઘુસી દંપતીને માર મારી લૂંટ: અન્ય પાંચ મકાનમાં પણ લૂંટારું ઘુસ્યા

  • February 05, 2024 03:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબીના માળિયા નજીક સરવડ ગામે આજે વહેલી સવારે મહિલા ફળિયામા નીકળ્યા અને લૂંટાઓએ ઘરમાં ઘુસી લૂંટ ચલાવી મોબાઈલ અને બાઇકની ચાવી પણ લઈ ગયા તો સાથો સાથ અન્ય ચાર પાંચ મકાનના તાળા તૂટા હોવાની ઘટના ઘટી છે. સરવડ ગામે સરદાર નગર વિસ્તારમાં આજે વહેલી સવારે વદ્ધ દંપતીના ઘરમાં ઘુસી ચાર શખ્સોએ સોનાની બુટી, સાકળા અને રોકડ સહિતની લૂંટ ચલાવી દંપતીને માર મારી ઇજાઓ પહોંચાડતા ચકચાર જાગી છે. લૂંટ ચલાવનાર તસ્કરોએ સરવડ ગામમાં અન્ય ચારથી પાંચ મકાનને પણ નિશાન બનાવી તાળા તોડયાનું પણ જાણવા મળે છે.


બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ માળીયા તાલુકાના સરવડ સરદારનગરમાં રહેતા મગનભાઈ જાદવજીભાઈ સુરાણીના પત્ની જશુબેન આજે વહેલી સવારે સાડા ત્રણથી પોણા ચારેક વાગ્યાના અરસામાં લઘુશંકા કરવા જતા ઘરના ફળિયામા મોકાની રાહમાં રહેલા ચાર લૂંટાઓ સીધા જ ઘરમાં ઘુસી ગયા હતા અને દંપતી કઈ સમજે વિચારે તે પહેલા જ ચારેય લૂંટાઓએ જશુબેન અને મગનભાઈ ઉપર હત્પમલો કરી ઇજાઓ પહોંચાડી જશુબેનના કાનમાંથી બુટી લૂંટી લઈ ઘરમાં પડેલા ચાંદીના પાંચ જોડી સાકળા અને રોકડા પિયા ૫૦૦૦ની લૂંટ ચલાવી પલાયન થતા પહેલા મગનભાઈના બાઇકની ચાવી અને મોબાઈલ પણ પડાવી લીધા હતા. બીજી તરફ સરવડ ગામમા તરખાટ મચાવનાર લૂંટાં ટોળકીએ અન્ય ચારથી પાંચ મકાનને પણ નિશાન બનાવતા હાલમાં મગનભાઇ સુરાણીએ માળીયા પોલીસ મથકમાં લૂંટના બનાવ અંગે ફરિયાદ નોંધાવવા તજવીજ શરૂ  કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application