જામનગરમાં ધો. ૧૨ સા.પ્ર.માં એક કોપી કેસ

  • March 14, 2024 01:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં બોર્ડની પરીક્ષાઓ શાંતીપુર્ણ વાતાવરણમાં ચાલી રહી છે, ગઇકાલે ધો. ૧૦માં ગણિતનું પેપર લેવાયુ હતું અને બપોર બાદ ધો. ૧૨માં અર્થશાસ્ત્રના પેપરમાં એક કોપી કેસ નોંધાયો હતો, જયારે આજે ઇતિહાસના પેપરમાં ૧૧ વિધાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા.
જામનગર ધો. ૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાઓ શાંતીપુર્ણ વાતાવરણમાં બંદોબસ્ત સાથે ચાલી રહી છે, ગઇકાલે ધો. ૧૦માં ગણિતના પેપરમાં ૧૪૭૬૭ હાજર અને ૨૬૮ ગેરહાજર રહયા હતા, બપોરે ધો. ૧૨માં અર્થશાસ્ત્રનું પેપર લેવાયુ હતું જેમાં શહેરની સેન્ટ ફ્રાન્સીસ સ્કુલમાં એક ગેરરીતીનો કેસ સામે આવ્યો હતો, અહીં પરીક્ષા કેન્દ્રમાં એક વિધાર્થીની ચિઠ્ઠી સાથે સ્થળ નિરીક્ષણની તપાસમાં ઝપટે ચડી હતી.
આજે ધો. ૧૨માં ઇતિહાસનું પેપર સવારના સેશનમાં લેવાયુ હતું જેમાં ૫૫૫ હાજર અને ૧૧ ગેરહાજર નોંધાયા હતા, આજે બપોરે ધો. ૧૨માં આંકડા શાસ્ત્રનું પેપર લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે જામનગરમાં બોર્ડની પરીક્ષા દરમ્યાન એક વિધાર્થીનીની તબીયત લથડતા કેન્દ્ર ખાતે ૧૦૮ની ટીમ પહોચી હતી અને પ્રાથમિક સારવાર આપી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application