મૂળ માધવપુરમાં સાસુ-વહુ વચ્ચે મારામારી થતા સામસામી નોંધાઇ ફરિયાદ

  • October 04, 2024 02:41 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મૂળ માધવપુરમાં સાસુ-વહુ વચ્ચે મારામારી થતા સામસામી  ફરિયાદ નોંધાઇ છે.
સાસુ દ્વારા એફ.આઇ.આર.
મૂળ માધવપુરના કાળવાચોક વાડીવિસ્તારમાં રહેતી હંસાબેન રસેશભાઇ વાઘેલા નામના ૬૨ વર્ષના વૃધ્ધાએ એવી પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેણે પોતાના દિકરા ગોપાલ તથા પુત્રવધુ હિનાને પોતાના ઘરથી રહેવા માટે અલગ કરી દીધા હતા છતા પુત્રવધુ હિના સાસુ હંસાબેનના ઘરે આવી હતી આથી સાસુએ વહુને ઘરે આવવાની ના પાડતા વહુએ સાસુના વાળ પકડી દરવાજા સાથે અથડાવી  ઢીકાપાટુનો માર માર્યો હતો એટલુ જ નહી પરંતુ ધક્કો મારી પછાડી દઇ લાકડીવડે પણ  ઇજા પહોચાડી હોવાનું હંસાબેન વાઘેલાએ ફરિયાદમાં જણાવ્યુ છે.
વહુ દ્વારા ફરિયાદ
સામેપક્ષે વહુ દ્વારા નોનકોગ્નીઝેબલ ગુન્હો નોંધાવાયો છે જેમાં હિનાબેન ગોપાલ વાઘેલાએ એવુ જણાવ્યુ છે કે તે મૂળ માધવપુરની એસ.બી.આઇ. બેન્કની પાછળ આવેલ પોતાના ભાડાના મકાનમાંથી સામાન તેમના સાસુના મકાનમાં ફેરવતા હતા ત્યારે હંસાબેને ઝપાઝપી કરી હિનાબેનને માર મારીને ગાળો દેતા ગુન્હો દાખલ થયો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application