ભાડથરના દુકાનદારની અટકાયત બાદ જેલ હવાલે
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી અનઅધિકૃત રીતે વેચાતા આલ્કોહોલ મિશ્રિત આયુર્વેદિક સીરપના પ્રકરણમાં પોલીસ તંત્ર દ્વારા કડક હાથે કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેય, ડી.વાય.એસ.પી. હાર્દિક પ્રજાપતિ દ્વારા જિલ્લામાં આયુર્વેદીક સીરપની આડમાં નશાયુક્ત કેફી પીણું વેચતા શખ્સો વિરૂધ્ધ કડક કાયદાકીય કાર્યવાહી કરવા સ્થાનિક પોલીસને ટૂંકમાં આપવામાં આવી હતી.
જેને અનુલક્ષીને માર્ગદર્શન આધારે ખંભાળિયા પોલીસ મથકના પોલીસ સ્ટાફ દ્વારા થોડા સમય પૂર્વે ચોક્કસ બાતમીના આધારે ખંભાળિયા તાલુકાના ભાડથર ગામે રહેતા અને ન્યુ મોમાઈ પાન નામની દુકાન ધરાવતા કાનાભાઈ ઉર્ફે કલ્પેશ પરબતભાઈ કેશરીયા (ઉ.વ. ૨૪) ના રહેણાંક મકાનમાં દરરોજ પાડવામાં આવ્યો હતો.
આ કામગીરીમાં ૨૫૦ બોટલ કાર્લ મેઘાસવ આસવ આયુર્વેદિક સીરપની રૂપિયા ૩૭,૨૫૦ ની કિંમતની શંકાસ્પદ નશાકારક એવી ૨૫૦ બોટલ તપાસ અર્થે કબ્જે કરવામાં આવી હતી. આ બોટલો તેણે ખંભાળિયાના મિલન ચાર રસ્તા વિસ્તારમાં રહેતા નારણ કેશવ જામ (ઉ.વ. ૪૬) પાસેથી લીધી હોવાનું કબુલતા નારણ કેશવ જામના મકાને જડતી તપાસ કરતા ત્યાંથી જુદી જુદી કંપનીની રૂ. ૫,૪૩,૮૫૦ ની કિંમતની નંગ ૩,૬૫૦ બોટલનો જથ્થો મળી આવ્યો હતો. જેને અનુલક્ષીને ધોરણસર કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સીરપનો જથ્થો તેણે કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામે રહેતા લગધીરસિંહ કાળુભા જાડેજા (હાલ રહે. ભાવનગર) પાસેથી વેચાણ અર્થે લીધો હોવાનું ખુલવા પામ્યું હતું જેને અનુલક્ષીને ખંભાળિયા પોલીસ મથકમાં જરૂરી નોંધ કરવામાં આવી હતી.
આ મળી ઝડપાયેલા શંકાસ્પદ આયુર્વેદીક સીરપની બોટલો વડોદરાની શ્રી આયુર્વેદિક હેલ્થ કેર દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું ખુલતા આ બાબતે સંબધિત વિભાગ પાસેથી જરૂરી માહિતી મેળવતા આ ઉપરોક્ત પેઢીના માલિક નિતીન અજીતભાઈ કોટવાણી (રહે. વડોદરા) તથા મિત્તલ કોસ્મેટીક એન્ડ ફાર્મસી નામની પેઢીના માલિક લગધિરસિંહ કાળુભા જાડેજા (રહે. ભાવનગર) હોવાનું ખુલતાં શ્રી આયુર્વેદિક હેલ્થકેર - વડોદરા નામની પેઢીના માલિક નિતીન અજીતભાઈ કોટવાણી દ્વારા ઉપરોકત વિગતે જે બોટલો પકડાયેલ તેવી કોઇ પ્રોડકટ બનાવવા માટે લાઇસન્સ ધરાવતા ન હોવાનું જણાઈ આવ્યું હતું. જેને અનુલક્ષીને ઉપરોક્ત ચારેય શખ્સો દ્વારા પોતાનો અંગત આર્થિક લાભ મેળવવા માટે આ પ્રકારે ગુન્હાહિત કાવતરૂ કરીને સીરપ બનાવવા કે વેચાણ કરવા માટે કાયદાકીય નિયત સંસ્થાઓ પાસેથી કોઇ પણ જાતના ઉત્પાદન, સંગ્રહ કે વેચાણ અંગે પરવાના મેળવ્યા વગર નશો કરવાના હેતુથી વેચાણ કરતા હોવાથી ખંભાળિયા પોલીસ મથકમાં આઈ.પી.સી. કલમ ૧૨૦ (બી), ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ તથા ગુજરાત નશાબંધી અધિનિયમ ૧૯૪૮ ની કલમ ૨૪(એ) તથા ૫૯(એ) નું ઉલ્લંઘન કરી, નશાબંધી અધિનીયમની વિવિધ કલમ મુજબ ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો.
આ પ્રકરણના આરોપી કાનાભાઈ ઉર્ફે કલ્પેશ પરબતભાઈ કેશરીયાની વિધિવત રીતે અટકાયત કરી, આ પ્રકરણના તપાસનીસ અધિકારી ઈન્ચાર્જ પી.આઈ. એસ.વાય. ઝાલા દ્વારા ગઈકાલે બુધવારે ઉપરોક્ત આરોપીને અહીંની અદાલતમાં રજૂ કરતા નામદાર અદાલતે આ આરોપીને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. આટલું જ નહીં, આ પ્રકરણમાં બાકીના આરોપીઓ બાબતે તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણમાં ખંભાળિયા પોલીસ દ્વારા કુલ રૂપિયા ૫,૮૧,૧૦૦ ની કિંમતની ૩,૯૦૦ આયુર્વેદિક સિરપની બોટલ કબજે લેવામાં આવી છે. આટલું જ નહીં, આ પ્રકરણમાં અન્ય શખ્સો સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે. આ તમામ કામગીરી અહીંના ઈન્ચાર્જ પી.આઈ. શક્તિસિંહ ઝાલા, એ.એસ.આઈ. દીપકભાઈ રાવલિયા, પ્રવીણભાઈ ગોજીયા, હેમતભાઈ નંદાણીયા, ખીમાભાઈ કરમુર, જેઠાભાઈ પરમાર, યોગરાજસિંહ ઝાલા, કાનાભાઈ લુણા તથા દિવ્યરાજસિંહ સરવૈયા દ્વારા કરવામાં આવી હતી.
***
ખંભાળિયાનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો
ખંભાળિયામાં શક્તિનગર વિસ્તારમાં આવેલી સતવારા સમાજની વાડીની સામેની ગલીમાં હાલ રહેતા અને ડ્રાઇવિંગ કામ કરતા અભય ગુલાબભાઈ ગોસ્વામી નામના ૩૦ વર્ષના શખ્સને પોલીસે વિદેશી દારૂની ચાર બોટલ, એક મોબાઈલ ફોન તેમજ એક મોટરસાયકલ મળી, કુલ રૂપિયા ૫૬,૬૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ, પ્રોહીબીશન એક હેઠળ ધોરણસર કાર્યવાહી કરી હતી.
***
વરવાળા નજીક પીધેલો બાઈક ચાલક ઝડપાયો
ઓખા મંડળના મકનપુર વાડી વિસ્તારમાં રહેતા દીપુભા કારૂભા ચમડીયા નામના ૩૦ વર્ષના હિન્દુ વાઘેર શખ્સને પોલીસે વરવાળા ગામ પાસેથી કેફી પીણું પીધેલી હાલતમાં રૂપિયા ૨૦,૦૦૦ ની કિંમતના મોટર સાયકલ પર નીકળતા ઝડપી લઇ, તેની સામે જુદી જુદી કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech