શહેરી ગવર્નન્સને સુધારવાના એક મોટા પગલા તરીકે ગુજરાત સરકાર સમગ્ર રાજ્યમાં શહેરી માળખાકીય સુવિધાઓનું સંચાલન કરવા માટે પ્રોફેશનલ્સની નવી કેડરની રચના કરવા માટે તૈયાર છે. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે અર્બન ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ (યુડીડી) દ્વારા આ દરખાસ્તની મંજૂરીના અંતિમ તબક્કામાં છે, થોડા મહિનાઓમાં જ તેની સત્તાવાર જાહેરાત અપેક્ષિત છે. ગુજરાત અર્બન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (જિયુએએસ) માટે ભરતીના નિયમો સ્થાપિત કરવામાં આવશે, જે મ્યુનિસિપલ કોર્પોરેશનો વચ્ચે કેડરના ટ્રાન્સફરને મંજૂરી આપશે. હાલમાં, દરેક શહેરી સ્થાનિક સંસ્થા તેની પોતાની કેડર જાળવે છે. સાથે જ જિયુએએસના પરિચયમાં સમજાવ્યું છે કે ઉદાહરણ તરીકે એક અધિકારી કે જેમણે એક દાયકા સુધી નાગપાલિકામાં સેવા આપી છે તેની મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ટ્રાન્સફર થઈ શકે છે. વધારામાં વિવિધ મ્યુનિસિપલ કોર્પોરેશનો વચ્ચે કેડર બદલી શકાય છે, એવું યુડીડીના એક ઉચ્ચ અધિકારીએ સમજાવ્યું.
ગુજરાતમાં કુલ આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનો અને 156 નગરપાલિકાઓ છે. આ ઉપરાંત રાજ્ય કેબિનેટે તાજેતરમાં જ પાંચ નવા મ્યુનિસિપલ કોર્પોરેશનો નવસારી, ગાંધીધામ, સુરેન્દ્રનગર, વાપી અને મોરબી માટે જૂનમાં સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી - જેનાથી નગરપાલિકાઓની કુલ સંખ્યા 13ને આંબી જશે. યુડીડી સૂત્રો કહે છે કે રાજ્યના મ્યુનિસિપલ કોર્પોરેશનો અને નગરપાલિકાઓના શાસનને સુધારવા માટે છેલ્લા ચિંતન શિબિરમાં નિણર્યિક ભલામણ કરવામાં આવી હતી ત્યારથી એક વર્ષ કરતાં વધુ સમય પછી આ નિર્ણય આવ્યો છે.
કેટલીક શહેરી સેવાઓને મજબૂત કરવામાં આવશે, જેમાં એન્જિનિયરિંગ સેવાઓ (વોટર વર્ક્સ), એકાઉન્ટિંગ સેવાઓ, પયર્વિરણ સેવાઓ, ઇલેક્ટ્રિક સેવાઓ અને સ્વચ્છતા નિરીક્ષકનો સમાવેશ થાય છે. શહેરી વિકાસ વિભાગ આ નવા શહેરી કેડરની સ્થાપ્ના માટે સરકાર પાસેથી મંજૂરી મેળવવાના અંતિમ તબક્કામાં યુડીડી અધિકારીએ જણાવ્યું હતું.
યુડીડી સૂત્રએ જણાવ્યું કે ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ(જીએમએફબી) કોમન કેડરને પગાર ચુકવવા જવાબદાર હશે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન (જીયુડીએમ) અને ગુજરાત અર્બન ડેવલપમેન્ટ કંપ્ની (જીયુડીસી)ને પણ નાણાકીય રીતે મજબૂત કરવામાં આવશે એવું યુડીડી અધિકારીએ જણાવ્યું હતું તેમજ યુડીડી સ્ત્રોતે ઉમેર્યું કે તેવી જ રીતે, મ્યુનિસિપાલિટીઝમાં અન્ય ખાલી જગ્યાઓ ભરવા માટે પ્રાદેશિક કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીઝ (આરસીએમ) સ્તરે એક ભરતી ક્ષેત્રની સ્થાપ્ના કરવામાં આવશે.
એક વરિષ્ઠ શહેરી વિકાસ વિભાગના અધિકારી કહે છે કે અલગ કેડર શહેરી સંસાધનો અને સેવાઓના સંચાલનમાં જવાબદારીમાં નોંધપાત્ર વધારો કરી શકે છે, કારણકે ચોક્કસ આદેશો ધરાવતા વ્યાવસાયિકો તેમની કામગીરી અને પરિણામો માટે વધુ જવાબદાર હોય શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરણુજા નજીક પગપાળા જઈ રહેલા દસ વર્ષના બાળકને કારચાલકે કચડી નાખતાં કરુણ મૃત્યુ
December 23, 2024 10:44 AMગુજરાત સહિત દેશના મોટાભાગના રાજયોમાં માવઠાની આગાહી
December 23, 2024 10:44 AMજૂનાગઢમાં મંદિરોનો વિવાદ અધિકારીઓના કારણે થયો હોવાની ધારાસભ્યની ખુલ્લી ટકોર
December 23, 2024 10:41 AMરાજકોટનાં ખોરાણામાં બોગસ ડોક્ટર હિરેન ને પકડવામાં પોલીસની હેટ્રિક
December 23, 2024 10:40 AMકિસાન દિવસ ભારતના અનાજના શૂરવીરોનો દિવસ
December 23, 2024 10:38 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech