રાજકોટમાં રહેતી પરિણીતા સાથે અમરનાથપાર્કમાં રહેતા શખસે પાંચ વર્ષ દરમિયાન ધમકીઓ આપી વારંવાર દુષ્કર્મ આચરવા અંગે ભકિતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.પોલીસે આરોપીને ઝડપી લઇ જરી કાર્યવાહી કરી હતી. દુષ્કર્મના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં રહેતી ૨૮ વર્ષીય પરિણીતાએ ભકિતનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે કોઠારીયા મેઇન રોડ પર વિનોદનગર કવાર્ટર પાસે અમરનાથ પાર્કમાં રહેતા રવિ દાદાભાઈ મકવાણાનું નામ આપ્યું છે.
પરિણીતાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, આજથી પાંચેક વર્ષ પૂર્વે આરોપી રવીએ કોઈપણ પ્રકારે તેના મોબાઈલ નંબર મેળવી લીધા હતા. બાદમાં તેણે કોલ કરી પરિણીતાને કહ્યું હતું કે, તારી સાથે ફ્રેન્ડશીપ કરવી છે, આટલો ટાઈમ થયો સામસામે રહીએ છીએ પણ હત્પં તને કયારેય કહી ન શકયો. આમ કહ્યું હતું જેથી પરિણીતાએ કહ્યું હતું કે, મારે કોઈ ફ્રેન્ડશીપ રાખવી નથી. પરંતુ ત્યારબાદ પણ તેણે વોટસએપમાં મેસેજ ચાલુ કર્યા હતા. બાદમાં બંને વચ્ચે નોર્મલ વાતચીત થઈ હતી.
બે અઢી વર્ષ પૂર્વે આરોપી રવિએ કોલ કર્યેા હતો અને કહેવા લાગ્યો હતો કે, હુ તને લવ કં છું હવે તું મારી જ છો અને મારી જ કરીને રાખીશ, હત્પં તને કોઈની થવા નહીં દઉં હત્પં તને ભગાડી લઈ જઈશ ચાલ આપણે ભાગી જઈએ. આમ ઘણી વખત કહ્યું હતું ત્યારબાદ એક દિવસ પરિણીતા બપોરના સમયે ઘરે એકલી હતી ત્યારે રવિ અઘરે ધસી આવ્યો હતો અને તેણે પરિણીતાનો ફોન લઈ તેનું વોટસએપ પોતાના વોટસએપમાં કનેકટ કરી લીધું હતું. બાદમાં તે જતો રહ્યો હતો. બાદમાં રવિ કયારેક કયારેક બીજા મોબાઈલમાંથી મેસેજ કરવા લાગ્યો હતો અને વોટસએપ કોલ પણ કરતો હતો.
થોડા સમય બાદ રવિએ ફોન કરી કહ્યું હતું કે, હત્પં તારા ઘરે આવું છું તેમ કહી તે બપોરના ઘરે આવ્યો હતો અને સંબધં બાંધવા કહ્યું હતું.પરિણીતાએ મારે આવા કોઈ રિલેશન રાખવા નથી તેમ કહેતા ધમકી આપી હતી કે, તું મારી વાત નહીં માને તો હત્પં તારી દીકરીઓ અને પતિને તથા તારા ભાઈને મારી નાખીશ. બાદમાં તેણે બળજબરીપૂર્વક શરીર સંબધં બાંધ્યો હતો ત્યારબાદ આ રીતે ત્રણથી ચાર વખત પરિણીતા ઘરે એકલી હોય ત્યારે તે ઘરમાં આવી બળજબરી કરતો હતો. ડરના લીધે ફરિયાદી આ વાત કોઈને કહી શકી ન હતી. તેણે ફરિયાદીનું વોટસએપ પણ પોતાના મોબાઈલમાં કનેકટ કરેલું હોય પરિણીતા તેના કુટુંબના કોઈ સગા સંબંધી કે દિયર તથા કોઈની સાથે મસ્તીથી વાત કરે તો તેના નંબર બ્લોક કરી દેતો હતો.
એક વખત ઘરે આવી પરિણીતા સાથેના ફોટોગ્રાફ પાડી લીધા હતા અને બાદમાં આ ફોટો વાયરલ કરવાની ધમકી આપી ભૂતખાના ચોક પાસે આવેલી આર.આર. હોટલમાં બોલાવતો હતો અને ત્રણેક વખત અહીં પણ તેણે ધમકીઓ આપી તેમજ પોતાની સાથેની વાતચીતનું રેકોડિગ સગાવહાલાને મોકલી આપવાની ધમકી આપી દુષ્કર્મ આચાર્ય હતું. ગત ડિસેમ્બર માસમાં તે ફરી બપોરના સમયે ઘરે આવ્યો હતો અને બળજબરી કરી હતી બાદમાં એક દિવસ પરિણીતાને કોલ કરી કહ્યું હતું કે, મને સપનું આવ્યું છે કે તું બીજા સાથે ચાલી ગઈ છો એટલે તને કોલ કર્યેા છે અને ફરી મેસેજ કરવા લાગ્યો હતો.
ગત તારીખ ૫૨૨૦૨૪ ના પરિણીતા બીમાર હોય હોસ્પિટલ જતી હોવા છતાં તેને કોલ કરી હોટલે બોલાવી તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. દરમિયાન આ સમયે હોટલમાંથી બહાર નીકળતી વેળાએ પરિણીતાનો પતિ તેને જોઈ જતા બાદમાં તેને તમામ વાતની ખબર પડી હતી અને ત્યારબાદ પરિવારજનો સાથે વાત કર્યા બાદ આ શખસ સામે ફરિયાદ કરવાનું નક્કી કયુ હતું અને અંતે આ ફરિયાદ નોંધાવી છે.
પરિણીતાની ફરિયાદના આધારે ભકિતનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એમ.એમ. સરવૈયાની રાહબરી હેઠળ પોલીસે આરોપી સામે ગુનો દાખલ કર્યેા હતો. પીએસઆઇ પી.જી.રોહડીયા તથા તેની ટીમે તપાસ હાથ ધરી આરોપી રવિ મકવાણા(ઉ.વ ૩૧)ને ઝડપી લીધો હતો. આરોપી પાન–બીડીની દુકાન ધરાવતો હોય અને તેને સંતાનમાં એક પુત્રી હોવાનું જાણવા મળ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોણ છે અનંત અંબાણીના સાઢુભાઈ? લાઈમલાઈટથી દૂર, ફેશન ઈન્ડસ્ટ્રીનું મોટું નામ
October 05, 2024 06:06 PMભારતી સિંહ અને એલ્વિશ યાદવ બાદ હવે રિયા ચક્રવર્તીને નોટિસ
October 05, 2024 06:00 PMકેનેડામાં ભારતીય યુવાનની લાચારી...મકાન માલિકે વસ્તુ ઉપાડી કાઢ્યો ઘરની બહાર
October 05, 2024 05:54 PMસંઘર્ષ યુક્રેનનો હોય કે પશ્ચિમ એશિયાનો, તેની અસર થાય છે: જયશંકરે વ્યક્ત કરી ચિંતા
October 05, 2024 05:15 PMવંદે ભારત પર શા માટે થયો પથ્થરમારો? તપાસમાં મોટો ખુલાસો
October 05, 2024 05:08 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech