જામનગરમાં ક્રિકેટનો સટ્ટો રમતા વેપારી ઝડપાયો

  • November 09, 2023 12:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એસ.ટી. રોડ પર એલસીબી ત્રાટકી : મુંબઇના બુકીનું નામ ખુલ્યું : કુલ ૩૮ હજારનો મુદામાલ જપ્ત

જામનગરના એસ.ટી. ડેપો રોડ પર વર્લ્ડ કપના ગઇકાલે રમાયેલા ક્રિકેટ મેચ મોબાઇલ એપ્લીકેશનમાં નિહાળી સટ્ટો રમતા એક વેપારીને એલસીબીએ રોકડ અને મોબાઇલ મળી કુલ ૩૮ હજારના મુદામાલ સાથે પકડી લીધો હતો, જેમાં મુંબઇના બુકીનું નામ ખુલ્યુ હતું.
જામનગર પોલીસ દ્વારા વર્લ્ડ કપની મેચો પર સટ્ટો રમનારા શખ્સો પર તવાઇ બોલાવીને જુદા જુદા વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા હતા, અલગ અલગ જગ્યાએથી સટ્ટાબાજોને રોકડ, મોબાઇલ સાથે પકડી લીધા બાદ ગઇકાલે વધુ એક દરોડો પાડવામાં આવ્યો હતો.
જામનગરના હાથી કોલોની શેરી નં. ૧, ખાનગી ટ્રાવેલ્સની પાછળ રહેતા રાજેશ છગન સવજાણી નામનો વેપારી ગઇકાલે અહીંના એસટી ડેપો રોડ પર પોતાના મોબાઇલમાં લોટસ બુક એપ્લીકેશનમાં હાલમાં રમાતી વર્લ્ડ કપની ઇંગ્લેન્ડ અને નેધરલેન્ડ વચ્ચેની ક્રિકેટ મેચનું લાઇવ પ્રસારણ નિહાળી જુગારનો સટ્ટો રમતો હતો.
જે હકીકત આધારે એલસીબીએ દરોડો પાડીને રેઇડ દરમ્યાન રાજેશ સવજાણીને પકડી પાડી, રોકડ ૩૭૫૦, એક મોબાઇલ અને એકટીવા મળી કુલ ૩૮૪૫૦ નો મુદામાલ જપ્ત કર્યો હતો, જયારે મુંબઇના વિકાસ નામના શખ્સ પાસે કપાત કરાવતો હોવાનું ખુલ્યુ હતું, વિકાસને ફરાર જાહેર કરવામાં આવ્યો છે અને મોબાઇલ નંબરના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application