ભાવનગર શહેરના કબસ્તાન રોડ પરથી વાહન ચેકીંગ દરમિયાન સ્પેશિયલ ઓપરેશન ગૃપે લકઝરી બસને અટકાવી તેની સાથે રહેલા ખેડુતવાસના શખસની અટક કરી તપાસ હાથ ધરતા બસમાં અન્ય બસની નંબર પ્લેટ લાગેલ હોવાનું અને અમરેલીના શખસ પાસેથી બસ ખરીદ કયર્નિી વિગતો ખુલવા પામી હતી.
ભાવનગર સ્પેશિયલ ઓપરેશન ગૃપનો સ્ટાફ શહેર વિસ્તારના નવાપરા ગરાસિયા બોડીંગ કબ્રસ્તાન રોડ પાસે વાહન ચેકીંગમાં હતા તે દરમ્યાન બાતમી રાહે હકીકત મળી હતી કે, એક શખસ પોતાના હવાલાવાળી બસ નંબર જીજે. 17. યુયુ- 0638 લઈને પસાર થવાનો છે. જે બસ તેણે છળકપટથી કે ચોરીથી મેળવેલ છે. જે હકીકત આધારે વોચમાં રહેતા ઉક્ત નંબરની બસ પસાર થતા ડ્રાઈવર દિપેશ ભુપતભાઈ રાઠોડ (રે. શેરી નંબર-2, ખેડુતવાસ, 50 વારીયા)ની અટક કરી તપાસ કરતા બસના રજી.નંબર ઈ-ગુજકોપ પોકેટ કોપ એપ્લીકેશન મારફતે તપાસ કરતા ઉપરોકત રજી.નંબર અન્ય બસના તેમજ બસના માલિક બરકતતુલાખાન બિસમિલાખાન પઠાણ (રહે નવરચના સોસાયટીની પાછળ પરીખ ભુવન નગીના મસ્જીદની - પાસે આણંદ) તથા ચેસીસ નં શ કડઊ670587 તથા એન્જિન નં. 0 કડઇં 572749 ના હોવાનું જણાયેલ શખસે પોતાના કબ્જાની બસમા અન્ય બસની નંબર પ્લેટ લગાડી તેનો ખરા તરીકે ઉપયોગ કરી મળી આવ્યો હતો. શખસની પુછપરછ કરતા તેના કબજામાં રહેલી બસ તેણે આજથી સાત મહિના પહેલા દિલીપભાઈ આહિર રામાધણી ટ્રાવેલ્સ અમરેલી પાસેથી રૂા. 7.20 લાખમાં લીધી હોવાની તેમજ બસના સાચા નંબર તેને ખ્યાલ ન હોવાનું તેણે જણાવ્યુ હતું. જેને લઈ સ્પેશિયલ ઓપરેશન ગૃપે શખસ વિરૂધ્ધ બી.એન. એસ કલમ 316(2), 318(4), 336(3), 340(2) તળે ગંગાજળીયા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરાવી આગળની તજવીજ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech