ઉનામાં દારૂના જથ્થા ઉપર બુલડોઝર ફેરવાયું

  • August 06, 2024 09:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉના પોલીસ સ્ટેશન દ્વારા ગેરકાયદેસર રીતે પકડી પાડેલો અલગ અલગ દારૂની બોટલોના જથ્થા પર બુલ્ડોઝર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો. દારૂના જથ્થાને નાશ કરતી વખતે  પોલીસ અધિકારી, ડે. કલેકટર, મામલતદાર સહિતના અધિકારીઓની હાજરીમાં દારૂનો નાશ કર્યો હતો. ઉના પોલીસ સ્ટેશન ખાતે તા.1 સપ્ટે. 2023થી તા.31 મે.2024 સુધીમાં ગેર કાયદેસર રીતે પકડાયેલ દારૂ જેના નિકાલ માટે કોર્ટ દ્રારા નાશ કરવાના હુકમ બાદ તમામ દારૂનો જથ્થો પકડાઇલ દારૂની કુલ બોટલો 6963 જેની કિ.રૂ.8 લાખથી વધુનો મુદામાલ ઉના સુગર ફેકટરી ગ્રાઉન્ડ ખાતે ડે કલેકટર સી.પી.હીરવાણીયા, નાયબ અધિ. એમ.એફ.ચૌધરી, ઉના પી આઇ એમ.એન.રાણા, ઉના મામલતદાર, નશાબંધી આપકારી અધિક્ષકની હાજરીમાં મુદામાલનો નાશ કરવામાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application