દામનગરમાં સાંઈ કિલનિક નામથી દવાખાનું ખોલી દર્દીઓની સારવાર કરતો બોગસ ડોકટર પકડાતા કિલનિકમાંથી દવાનો જથ્થો સહીતના મેડિકલ સાધનો કબ્જે કરી પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરે છે.
પ્રા માહિતી મુજબ અમરેલી જિલ્લા આરોગ્ય અધિકારીને ફરિયાદ મળી હતી કે, દામનગરમાં ઓમ સાંઈ નામનું કિલનિક ચલાવનાર અને પોતાને ડોકટર કહેનાર શખસ પાસે કોઈ પણ જાતની મેડિકલ ડિગ્રી નથી એમ છતાં દર્દીઓની સારવાર કરી પૈસા લઇ રહ્યો છે. જે રજૂઆતના પગલે જિલ્લા આરોગ્ય અધિકારીએ લાઠી તાલુકા આરોગ્ય અધિકારીને આ બાબતે તપાસ કરવા માટે સૂચના આપતા તાલુકા આરોગ્ય અધિકારી, મેડિકલ ઓફિસર, ફાર્માસીસ્ટ સહિતની ટિમ દામનગર ખાતે પહોંચી પોલીસને સાથે રાખીને કિલકનીકમાં હાજર ડોકટર તરીકે સારવાર કરતા શખ્સનું નામ પૂછતાં પોતાનું નામ આસિફ આરીફભાઇ સૈયદ (ઉ.વ.૨૭–રહે શાખપુર તા.લાઠી)નો હોવાનું જણાવ્યું હતું. આરોગ્ય અધિકારીઓએ તેની પાસે પ્રાઇવેટ દવાખાનું ચલાવવા માટેના લાઇસન્સ કે સરકાર માન્ય એલોપેથી સારવાર કરવા માટેની ડિગ્રી માગતા તે ન હોવાનું જણાવતા માન્ય ડિગ્રી ન હોવા છતાં દર્દીઓની સારવાર કરવા ઉપરાંત બાયોવેસ્ટના નિકાલ માટેની પણ કોઈ વ્યવસ્થા ન હોવાનું સામે આવતા પોલીસે શખ્સની ધરપકડ કરી, દવાખાનામાં રહેલો દવાઓ અને મેડિકલ સાધનો કબ્જે કરી લાઠી પોલીસે બીએનસીની કલમ ૧૨૫ તથા ગુજરાત મેડિકલ પ્રેકટિસનર એકટ ૧૯૬૩ ની ક.૩૦, ૩૫ તથા ગુજરાત મેડિકલ કાઉન્સીલ એકટ ૧૯૬૭ ની ક.૨૯ તથા ઇન્ડિયન મેડિકલ કાઉન્સીલ એકટ ૧૯૫૬ ની ક.૧૫(૩) મુજબ તાલુકા આરોગ્ય અધિકારીની ફરિયાદ પરથી ગુનો નોંધી કાર્યવાહી કરી છે,
અત્રે ઉલ્લેખનીય છે કે, રાયમાંથી રોજ–બેરોજ આવા બોગસ ડોકટરો પકડાઈ રહ્યા છે પરંતુ આવા બોગસ ડોકટરો સામે કાયદાકીય કોઈ કડક કાર્યવાહી થતી ન હોવાથી તુર્તમાં જામીન પર છૂટીને ફરી પોતાની દુકાન શ કરી દઈ દર્દીઓના જીવ સાથે રમત રમી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMએગ્રીસ્ટેક પોર્ટલ પર તકનીકી ખામી: ખેડૂતોની નોંધણી અટકી, પીએમ કિસાન હપ્તો મેળવવામાં મુશ્કેલી
November 22, 2024 05:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech