માળિયા ત્રણ રસ્તા નજીક ટ્રકની ઠોકરે બાઈકચાલકને ઈજા

  • February 20, 2024 12:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માળિયા ત્રણ રસ્તા પાસેથી બાઈક લઈને યુવાન જતો હોય જેને ટ્રક ચાલકે પાછળથી ભટકાડી અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં બાઈક ચાલક યુવાનને ઈજા પહોંચી હતી જે બનાવ મામલે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
માળિયાની દરિયાલાલ શેરીમાં રહેતા રફીક હારૂન મોવર (ઉ.વ.૩૩) નામના યુવાને ટ્રક ટ્રેઇલર જીજે ૧૨ બીટી ૦૭૮૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૧૫ ના રોજ ફરિયાદી રફીક માળિયા હાઈવે પર આવેલ નાઝ રોડલાઈન્સ ખાતે પૈસા દેવાના હોવાથી ઘરેથી બાઈક જીજે ૩૬ એડી ૪૭૦૦ લઈને જવા નીકળ્યો હતો અને કામ પૂરું કરીને બપોરના સુમારે ખીરઈ પાટિયું લઈને માળિયા ત્રણ રસ્તા પાસેથી આવતા હોય ત્યારે પાછળ એક ટ્રેઇલર મોરબી તરફથી સર્વિસ રોડ પર પુરઝડપે જતું હોય જેને બાઈકને પાછળથી ટક્કર મારતા યુવાન નીચે પડી ગયો હતો.
​​​​​​​
યુવાન નીચે પડી જતા ગાડીનું આગળનું વ્હીલ પેટના ભાગે ચડી ગયું હતું અને હાથે પગે અને શરીરે છોલાઈ ગયો હતો ટ્રક નંબર જીજે ૧૨ બીટી ૦૭૮૩ના ચાલકે અકસ્માત સર્જ્યો હતો જેથી ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો માળિયા પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર માટે મોરબી ખાનગી હોસ્પિટલ લઇ ગયા હતા માળિયા પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application