૪૫૦ની બિયારણની થેલી ૧૦૦૦થી લઇ રૂા.૧૫૦૦ સુધીમાં વેચાતી હતી

  • May 21, 2024 12:13 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


વાવણીની શઆત થાય તે પૂર્વે જ રાજકોટ જિલ્લામાં ડુપ્લીકેટ બિયારણ ધાબડવાના કારસ્તાનનો પોલીસે પર્દાફાશ કર્યેા છે. રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે શાપર–વેરાવળમાં કારખાનામાં દરોડો પાડી અહીંથી શંકાસ્પદ જણાતો ૨.૮૩ લાખની કિંમતનો ૪૦૫ બેગ બિયારણનો જથ્થો શક પડતી મિલ્કત તરીકે કબ્જે કર્યેા છે. પોલીસે આ બિયારણ વેચનાર રાજકોટના કારખાનેદારની પુછપરછ કરતા માહી શકિત પ્રિમીયમ કોટન હાઈબ્રીડ નામના બિયારણની આ થેલીઓ જે રૂા.૪૫૦ ની આસપાસ પડતર હોય તે ખેડૂતોને રૂા.૧૦૦૦ થી લઇ ૧૫૦૦માં વેચવામાં આવતી હોવાનું માલુમ પડયું હતું.

રાજકોટ ગ્રામ્ય એસઓજી પી.આઈ એફ.એ.પારગીનાં માર્ગદર્શન હેઠળ પીએસઆઈ બી.સી.મિયાત્રા તથા તેમની ટીમ તપાસમાં હતી દરમિયાન કોન્સ્ટેબલ શિવરાજભાઈ ખાચર, વિજયગીરી ગોસ્વામીને મળેલી બાતમીના આધારે શાપર વેરાવળમાં કેપ્ટર ગેટની અંદર આવેલ અલ્ટ્રાકેબ નામના વાયરનાં કારખાનાની સામે આવેલા ગોડાઉનમાં દરોડો પાડયો હતો.

અહીં ભૂમિક રમેશભાઈ ભાલીયા (રહે.માટેલ પાર્ક, બ્લોક નં.પ, કોઠારીયા રોડ રાજકોટ)વાળા શખ્સ હાજર હોય, ગોડાઉન આ શખ્સનાં કબજા ભોગવટાનું હોય પોલીસે તપાસ કરતાં અહીંથી શંકાસ્પદ જણાતાં માહી શકિત પ્રિમીયમ કોટન હાઈબ્રીડ સીટસ પિંક કિલર ફાઈવ–જી મોર પાવરફુલ ૪૫૦ ગ્રામ સ્માર્ટ પેકિંગ કરેલ પ્લાસ્ટિકની ૪૦૫ બેગ કિંમત ા.૨.૮૩ લાખનો જથ્થો શંકાસ્પદ મિલકત તરીકે કબજે કર્યેા છે. પોલીસની પૂછતાછમાં આ શખ્સે જણાવ્યું હતું કે, બિયારણનો આ જથ્થો ઈડર ખાતે આવેલા જલિયાણીબીજ ખાતેથી મંગાવ્યો હતો. વિશેષમાં જાણવા મળતી વિગતો મુજબ જાણિતી કંપનીનાં ભળતાં નામ સાથેનાં ડુપ્લીકેટ જણાતાં આ બિયારણનું વેચાણ કરવામાં આવતું હોવાની શંકાએ પોલીસે વધુ તપાસ આગળ ધપાવી છે. આ બિયારણની થેલી ૪૭૫ રૂા. આસપાસમાં પડતર હોય જે આ શખ્સ ૧૦૦૦ થી ૧૫૦૦ સુધીમાં વેચતો હોવાનું માલુમ પડયું છે. હાલ પોલીસે આ બિયારણ શક પડતી મિલકત તરીકે કબજે કરી વિશેષ તપાસ હાથધરી છે.
આ કામગીરીમાં રાજકોટ ગ્રામ્ય એસઓજીનાં એએસઆઈ અતુલભાઈ ડાભી, જયવીરસિંહ રાણા, સંજયભાઈ નિરંજની, ઈન્દ્રસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ ભગીરથસિંહ જાડેજા, અરવિંદભાઈ દાફડા, હિતેશભાઈ અગ્રાવત, અમિતભાઈ કનેરીયા, વિજયભાઈ વેગડ તથા કોન્સ્ટેબલ રઘુભાઈ ધેડ, ચિરાગભાઈ કોઠીવાળ, એએસઆઈ અમુભાઈ વિરડા અને નરસિંહભાઈ બાવળીયા સાથે રહ્યા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application