ક્લસ્ટર પ્રભારીનું અધ્યક્ષતામાં લોકસભા સીટીની બેઠક યોજાઈ

  • February 01, 2024 06:47 PM 

ભાવનગર જિલ્લાના સિહોર ખતે ક્લસ્ટર પ્રભારી અને પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને ભાવનગર- બોટાદ લોકસભા સીટની અગત્યની સંગઠનાત્મક બેઠક મળી હતી. ભાવનગર- બોટાદ, અમરેલી અને જુનાગઢ આમ ત્રણ સંસદીય વિસ્તારના ક્લસ્ટર પ્રભારી અને પૂર્વ શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષ સ્થાને તેમજ ભાવનગર લોકસભા સીટના પ્રભારી બ્રિજેશભાઈ મેરજા અને સંયોજક હરુભાઈ ગોંડલીયાની ઉપસ્થિતિમાં સિહોર ખાતે ભાવનગર- બોટાદ લોકસભા સીટની સંગઠનાત્મક બેઠક યોજાઈ હતી. જેમાં ભાવનગર મહાનગરના પ્રભારી ચંદ્રશેખરભાઈ દવે, શહેર ભાજપ અધ્યક્ષ અભયસિંહ ચૌહાણ, જીલ્લા ભાજપ અધ્યક્ષ આર.સી. મકવાણા, બોટાદ જીલ્લા ભાજપ અધ્યક્ષ મયુરભાઈ પટેલ, ભાવનગર જીલ્લા પંચાયત પ્રમુખ રૈયાબેન મૈયાણી તેમજ શહેર અને બંને જિલ્લાના સંગઠનના હોદ્દેદારો તમામ મોરચાના હોદ્દેદારો, તમામ વોર્ડના પ્રમુખઓ અને મહામંત્રીઓ, વિવિધ કાર્યક્રમના ઇન્ચાર્જઓ તથા અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application