રાજકોટને બે વર્ષથી ધમરોળતો ખડધોરાજીનો શખસ ઝડપાયો: ૧૦ ચોરીના ભેદ ઉકેલાયા

  • February 10, 2024 04:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં છેલ્લ ા બે વર્ષથી ચોરીઓ કરતા નામચીન તસ્કર નિકાવાના ખડધોરાજીના શખસ શિવા જેરામ વાજેલિયા ઉ.વ.૪૦ને રાજકોટ સિટી એલસીબી ઝોન–૧ની ટીમે ઝડપી લઈ ૧૦ ઘરફોડી ચોરીના ભેદ ઉકેલ્યા છે. આરોપી પાસેથી ચોરીના ૮,૪૬,૪૦૦ની કિંમતના સોના–ચાંદીના દાગીના તેમજ અન્ય મુદ્દામાલ ચોરી કરવા ઉપયોગમાં લેવાની રિક્ષા કબજે લેવાઈ છે.

શહેરના બજરંગવાડી શેરી નં.૧૦, જલ્યાણ  પાર્કમાં મકાનમાં તાજેતરમાં ૨,૯૫,૨૦૦ની કિંમતની માલમતાની ચોરી થઈ હતી. જે ડિટેકટ કરવા માટે એલસીબી ઝોન–૨ના પીએસઆઈ આર.એચ.ઝાલાની રાહબરીમાં ટીમ કામે લાગી હતી. બનાવવાળી જગ્યાથી લઈ આસપાસના વિસ્તારોના સીસીટીવી ચેક કરાયા હતા. દરમિયાનમાં રાહત્પલ ગોહેલ, મનિષ સોઢિયા, જેન્તીગીરી ગોસ્વામી, ધર્મરાજસિંહ ઝાલાને ચોક્કસ માહિતી મળી હતી જે આધારે તસ્કર શિવાને શિતલ પાર્ક મેઈન રોડ પરથી રિક્ષા સાથે પકડી લેવાયો હતો. આરોપીની કડક હાથે પૂછતાછ ધરાતા શહેરમાં જામનગર રોડ પર પરાસર પાર્ક બે વર્ષ દરમિયાન સાત–સાત ઘરમાં થયેલી ચોરીનો ભેદઉકેલાયો હતો. આ ઉપરાંત આરોપીએ જામનગર રોડ પર કૃષ્ણનગર સોસાયટી તથા છએક દિવસ પહેલા બજરંગવાડીમાં જલ્યાણ પાર્કમાં બે મકાનમાં ચોરી કરી હતી.
આરોપીના કબજામાંથી સોનાની પાંચ વીંટી, ઝુમર, ચેઈન, કડી, બુટી, પેન્ડલ, સોનાના સેટ, રોઝ ગોલ્ડ બ્રેસલેટ સહિતના ૬,૯૫,૯૦૦ના સોના–ચાંદીના મળી આવ્યા હતા. આ ઉપરાંત ૩૦,૫૦૦ની રોકડ, હોમથીયેટર, મોબાઈલ ફોન કબજે કરાયા હતા. બે વર્ષમાં દશ સ્થળે ચોરી કર્યાની સાત ફરિયાદ નોંધાઈ છે. આરોપી કાલાવાડ પોલીસમાં ત્રણ વખત અને રાજકોટમાં ગાંધીગ્રામ પોલીસના હાથે એકવાર સપડાઈ ચૂકયો છે


પેસેન્જર રિક્ષા ચલાવવાનો ઢોંગ કરી બાહ્ય એરિયાના બધં મકાનો તોડતો
ઝડપાયેલો તસ્કર પેસેન્જર રિક્ષા ચલાવવાનો ઢોંગ કરતો હતો. અગાઉ રાજકોટમાં રૈયાધાર મફતિયાપરામાં રહેતો હતો અને રિક્ષા ચલાવતો હોવાથી શહેરના વિસ્તારોથી વાકેફ હતો. દશ ચોરીઓ જામનગર રોડ વિસ્તારમાં જ કરી છે. આરોપી રિક્ષા ચલાવવાના નામે શહેરના બાહ્મ વિસ્તારો કે જયાંથી સરળતાથી નીકળી શકાય કે ભાગી શકાય તેવા એરિયામાં બધં મકાનની રેકી કરતો હતો. જે મકાનમાં ચોરી કરવા જવું હોય ત્યાં નજીકમાં રિક્ષા રાખી દઈ દરવાજાના નકૂચા તોડી ચોરી કરતો હતો. ચોરીમાં સાથે ટાંકણુ, પાના પક્કડ, ડિસમીસ રાખતો હતો. ગાંધીગ્રામ પોલીસે થોડા દિવસ પહેલા જ શકમદં હાલતમાં પકડયો હતો પરંતુ આરોપી પાસેથી કાંઈ કઢાવી શકી ન હતી. માત્ર જીપી એકટ ૧૧૨(સી) હેઠળ અટકાયત કરી મુકત કરી દીધો હતા. તપાસ કે ડિટેકશનમાં પોલીસ થાપ ખાઈ ગઈ હતી



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application