રાજસ્થાનના રણમાં કેસરની ખેતી કરવા માટે બનાવ્યું કાશ્મીર જેવું વાતાવરણ

  • December 29, 2023 03:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કાશ્મીરના મેદાનોની માફક પાંચ ડિગ્રી સુધીનું લઘુત્તમ તાપમાન અને ૮૦ ટકાથી વધુ ભેજ સાથે કૃત્રિમ રીતે વાતાવરણ ઊભું કરીને રણપ્રદેશમાં કેસરની ખેતીનું અનોખું ઉદાહરણ સામે આવ્યું છે. કાશ્મીરથી કેસરના બીજ લાવી અને મમાં ટ્રેમાં વાવણી કરવામાં આવી છે. જેના પરિણામે કેસરના ફલ ખીલી ઉઠયા. કેસરની ખેતીનો આ ચમત્કાર એરોપોનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ૧૦૧૮ફટના મમાં કરવામાં આવ્યો છે. બિકાનેરના યુવક સુનિલ જાજડાએ ત્રણ વર્ષ સુધી પોતાનું રિસર્ચ કર્યા બાદ આ માટે આવશ્યક માલ સામાન માટે કાયમી છ લાખ પિયાનું રોકાણ કયુ અને તેણે પહેલો પાક પણ મેળવ્યો. તેણે લગભગ ચાર લાખ પિયાનું કેસર વેચ્યું છે. સુનિલે જણાવ્યું કે પહેલીવાર તેને બીજ ખરીદવા પડયા હતા. જો કે હવે દર વર્ષે અનેક ગણા બીજનું ઉત્પાદન થતું રહેશે. એરોપોનિક ટેકનોલોજીથી સ મમાં માત્ર તાપમાન અને જરી ભેજ જાળવવા અને ફલોને ખીલવા માટે જરી યુવી લાઇટ પર જ વીજળીનો ખર્ચ કરવામાં આવશે. પોસ્ટ ગ્રેયુએશન સુધી ભણેલા અને ખેડૂતનો પુત્ર સુનીલ જાજદા બિકાનેરના ચોપડાબાદી ગંગાશહેર વિસ્તારમાં રહે છે. એપ્રિલ ૨૦૨૦માં લોકડાઉન દરમિયાન તેમનો ટાયરનો શોમ બધં થઈ ગયો હતો, ત્યાં સુધી વીડિયો જોઈને તેમને કેસરની ખેતી કરવાનો વિચાર આવ્યો હતો. વર્ષ ૨૦૨૧માં શ્રીનગરના પમ્પોર વિસ્તારમાં તે ગયો હતો. ત્યાં કેસરની ખેતી જોઈ અને કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકો સાથે વાત કરી. ત્યારબાદ તેઓ ચાર–પાંચ વખત શ્રીનગર ગયા અને ખેડૂતોને મળતા રહ્યા. કેસરની ખેતી માટે તાપમાન અને ભેજ અંગેની માહિતી એકત્રિત કરવામાં આવી.
ડિસેમ્બરમાં ટ્રેમાં બાકી રહેલા મૂળના બલ્બને જમીનમાં ખાતર ઉમેર્યા બાદ મની બહાર ૩૦૪૫ ફટની કયારી બનાવી વાવ્યા છે. તે લસણ અને ડુંગળીની જેમ ઉગ્યું છે. તેમાં નવ મહિના સુધી ખાતર અને પાણી આપતા રહો અને જમીનની અંદર એક બલ્બમાંથી દસથી બાર બલ્બ બનશે અને ઓગસ્ટમાં તે કાઢવામાં આવશે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application