રાજકોટમાં હાર્ટએટેક ધો.11ના વિદ્યાર્થીને ભરખી ગયો, હોસ્ટેલમાં હૃદય બંધ થઈ જતા હોસ્પિટલ લઈ ગયા પણ પ્રાણ પંખેરૂ ઉડી ગયું, SOS સ્કૂલમાં ભણતો

  • March 18, 2025 03:44 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર રોડ પર ન્યારા ગામ પાસે આવેલી સ્કૂલ ઓફ સાયન્સમાં ધો.11 માં અભ્યાસ કરતાં અને હોસ્ટેલમાં રહેતા મૂળ ભચાઉના તરુણનું હાર્ટએટેકના કારણે મોત નિપજતા પરિવારજનોમાં અરેરાટી મચી જવા પામી છે. 


બેભાન હાલતમાં હોસ્પિટલ ખસેડાયો હતો
પ્રાપ્ત વિગતો મુજબ ભચાઉના ભવાનીપૂરામાં રહેતા હાલ રાજકોટમાં ન્યારા ગામ પાસે આવેલી સ્કૂલ ઓફ સાયન્સમાં ધો.11 માં અભ્યાસ કરતાં યશરાજ જયેશ કુમાર સોલંકી ઉ.વ 16 આજે સવારે તબિયત લથડતા બેભાન હાલતમાં સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે હદય થંભી જતાં મોત નિપજ્યાનું જાહેર કરાયું હતું,બનાવ અંગેની જાણ થતાં પડધરી પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ વી.કે.સોરાણી તથા રાઇટર મહિપાલસિંહ જાડેજાએ દોડી આવીને મૃતદેહને પી.એમ અર્થે ખસેડી ભચાઉમાં રહેતા પરિવારને જાણ કરી હતી. 


પિતા જયેશભાઈ ભચાઉમાં શિક્ષક તરીકેની ફરજ બજાવે છે
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે મૃતક યશરાજના પિતા જયેશભાઈ ભચાઉમાં શિક્ષક તરીકેની ફરજ બજાવે છે.તેમને સંતાનમાં એક દીકરી અને એક દીકરો છે. હોળી - ધૂળેટીના તહેવારો પરિવારજનો સાથે ઉજવણી કરીને ફરી રાજકોટ હોસ્ટેલમાં રહેવા માટે આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application