ગોંડલના પાટખીલોરીના શખસના ઘરમાંથી ૯૫૦ ગ્રામ ગાંજો મળ્યો

  • April 19, 2023 12:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગોંડલ તાલુકાના પાટખીલોરી ગામે રહેતા શખસના મકાનમાં રાજકોટ ગ્રામ્ય એસઓજીની ટીમે દરોડો પાડી અહીંથી ૯૫૦ ગ્રામ ગાંજાનો જથ્થો ઝડપી લીધો હતો.આ શખસ ખુદ ગાંજાનો બંઘાણી હોય પહેલા પોતાના બંધાણ માટે ગાંજો લાવતો હતો બાદમાં તેણે ગાંજાનો વેપલો શરૂ કરી દીધો હતો.પોલીસે રૂ.૯૫૦૦ ની કિંમતનો ગાંજાનો જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
​​​​​​​
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટ ગ્રામ્ય એસઓજીના પીઆઇ કે.બી.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ બી.સી.મિયાત્રા તથા તેમની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમિયાન હેડ કોન્સ. ભગીરથસિંહ જાડેજાને એવી બાતમી મળી હતી કે,ગોંડલ તાલુકાના પાટખીલોરી ગામે રહેતા મહેશ ઉર્ફે અદા નામના શખસે પોતાના ઘરે ગાંજાનો જથ્થો છુપાવી રાખ્યો છે.આ બાતમીના આધારે પોલીસે અહીં દરોડો પાડી તપાસ કરતા મકાનમાં ખીતી પર પ્લાસ્ટિકનું ઝબલુ ટાંગેલું હોય તેમાં તપાસ કરતા શંકાસ્પદ વનસ્પતી મળી આવતા એફએસએલ અધિકારીનો અભિપ્રાય લેતા આ ગાંજો હોવાનું માલુમ પડયું હતું.જેથી પોલીસે આ ઝબલામાંથી રૂ.૯૫૦૦ ની કિંમતનો ૯૫૦ ગ્રામ ગાંજો કબજે કર્યો હતો.પોલીસે ગાંજા સાથે પકડાયેલા આ શખસની પુછતાછ તેણે પોતાનું નામ મહેશ ઉર્ફે અદા ગંગારામભાઇ પંડયા(ઉ.વ ૪૨) હોવાનું જણાવ્યું હતું.


પોલીસે જણાવ્યું હતું કે, આ શખસ ખુદ ગાંજાનો બંધાણી હોય પ્રથમ પોતાના બંધાણ માટે ગાંજો લવાતો હતો બાદમાં છેલ્લા છ માસથી તે ગાંજાનું વેચાણ કરવા લાગ્યો હતો.આરોપીએ પોલીસ સમક્ષ સાધુ જેવો કોઇ શખસ તેને ગાંજો આપી જતો હોવાનું રટણ કર્યું હતું.આ શખસ ખરેખર કોની પાસેથી ગાંજો લાવ્યો હતો તે જાણવા માટે પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.હાલ આ મામલે ગોંડલ તાલુકા પોલીસ મથકમાં આરોપી મહેશ ઉર્ફે અદા સામે એનડીપીએસની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application