રાજયમાં ચોમાસા દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદ પડવાના પરિણામે મોટાપાયે ખાના ખરાબી સર્જાય છે રાય સરકાર દ્રારા તાત્કાલિક વિવિધ સહાય ગુજરાત સરકારના ધારા ધોરણ મુજબ ચુકવવામાં આવી હતી.ગુજરાત સહિત દેશભરમાં ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પૂર આવતા કેટલાય લોકો પ્રભાવિત થયા હતા ત્યારે કેન્દ્ર સરકાર દ્રારા પૂર અસરગ્રસ્ત ગુજરાત સહિત ત્રણ રાજયો માટે સહાયની જાહેરાત કરવામાં આવી છે. જેમાં કેન્દ્ર સરકારે ગુજરાતને ૬૦૦ કરોડની સહાયની જાહેરાત કરી છે.
કેન્દ્ર સરકારે રાજય સરકારને ૬૦૦ કરોડની સહાય મંજૂર કરી છે. કેન્દ્ર સરકારની ટીમે ગુજરાતના અલગ અલગ જિલ્લ ાઓમાં ફરી અતિવૃષ્ટ્રિથી નુકસાની અંગે સર્વે કર્યેા હતો. નેશનલ ડિઝાસ્ટર રિલિફ ફંડમાંથી એડવાન્સ તરીકે સહાય આપવા મંજૂરી આપવામાં આવી છે.
ગુજરાતમાં પડી રહેલ અવિરત વરસાદને પગલે લોકોનાં ઘરોમાં તેમજ ખેતરોમાં પાણી ઘુસી જતા લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડો હતો. ત્યારે વહીવટી તત્રં દ્રારા નુકશાનીનો આંકડો એકત્ર કરવા માટે તમામ વિભાગને આદેશ આપી દેવામાં આવ્યો હતો. નુકસાનીની વિગતો મેળવી કેન્દ્ર સરકારને મેમોરેન્ડમ મોકલવામાં આવ્યું હતું. તેમજ કેન્દ્ર સરકારની ટીમ ત્રણ દિવસ ગુજરાત આવી હતી અને કેન્દ્રની ટીમ ગુજરાતમાં નુકશાનીનો સર્વે કર્યેા હતો.જેના આધારે સહાય પેકેજ આપવામા આવ્યુ છે.
ગુજરાતમાં કેન્દ્રની ટીમ ૧૫ સપ્ટેમ્બરથી ત્રણ દિવસની મુલાકાતે હતી. રાજયના પૂર અસરગ્રસ્ત વડોદરા સહિતના ૧૪ જિલ્લ ામાં નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં ૯૦૦ કરોડની નુકસાની થઈ હોવાનું રાય દ્રારા ટીમને જણાવાયું હતુ.અને મેમોરેન્ડમ આપવામા આવયુ હતુ.
ગુજરાતમાં પડેલ વરસાદે ભારે તારાજી સર્જી હતી. ગુજરાતનાં રાહત કમિશનરને નિવેદન આપ્યું હતું કે, ગુજરાતમાં પુરનાં લીધે ૪૯ લોકોનાં મોત થયા હતા. તેમજ ૧૪ જિલ્લામાં અસર થઈ હતી. તેમજ પુરનાં કારણે 1.69 લાખ લોકોને 8 કરોડથી વધુ કેશ ડોલ્સ ચૂકવાઈ છે. જેમાં 50,111 કુટુંબોને રકમ ચૂવવામાં આવી છે. જ્યારે 22 માનવ મૃત્યુમાં પણ ચૂકવણું થયું છે. જ્યારે 49 ના મૃત્યું થયા હતા. જેઓને પણ સહાય ચૂકવવામાં આવી છે. ગુજરાતમાં ભારે વરસાદને પગલે 4773 મકાનો ડેમેજ થતા તેઓને પણ રકમ ચૂકવાઈ છે.
ગુજરાતમાં કેન્દ્રની ટીમ 15 સપ્ટેમ્બરથી ત્રણ દિવસની મુલાકાતે હતી. રાજ્યના પૂર અસરગ્રસ્ત વડોદરા સહિતના 14 જિલ્લ ામાં નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો હતો. જેમાં 900 કરોડની નુકસાની થઈ હોવાનું રાજ્ય દ્વારા ટીમને જણાવાયું. અંતે કેન્દ્ર સરકારે ગુજરાતના પૂર અસરગ્રસ્ત વિસ્તારોને લઈને 600 કરોડ રૂપિયાની સહાય કરવામાં આવી છે.
કેન્દ્ર સરકારે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ માંથી પૂર અસરગ્રસ્ત ગુજરાત, મણિપુર અને ત્રિપુરા માટે 675 કરોડ રૂપિયા સહાયની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતને 600 કરોડ, મણિપુરને 50 કરોડ અને ત્રિપુરાને 25 કરોડ રૂપિયાની સહાયની જાહેરાત કરવામા આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMજામનગરના બર્ધનચોકમાં દબાણ શાખાના અધિકારીઓ સાથે રકજક, વિડિયો થયો વાયરલ
January 22, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech