જેતપુરમાં રાહતભાવના ચણાનો પુરવઠો એપ્રિલના અંતમાં આવતા ૯૦ ટકા ગ્રાહકો વંચિત

  • May 05, 2023 01:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુર શહેર તાલુકામાં સરકારી રાહતભાવના ચણાનો પુરવઠો એપ્રિલ મહિનાના અંતમાં ગોડાઉને આવતા મોટા ભાગના દુકાનદારો ચણાનું વિતરણ કરી ન શક્વાને કારણે નેવું ટકા જેટલા ગ્રાહકો એપ્રિલ મહિનાના રાહત ભાવના ચણાથી વંચિત રહી ગયા હતાં. પંડિત દિનદયાળ ઉપાધ્યાય રાહત ભાવની દુકાનો પર દર મહિને સરકારે નિર્ધારિત કરેલ અનાજ પુરવઠો ગ્રાહકોને રાહતભાવે આપવામાં આવે છે. પરંતુ જેતપુરના સરકારી ગોડાઉનમાં અનાજ પુરવઠો સમયસર આવતો ન હોવાથી અસંખ્ય રાશનકાર્ડ ધારકો પુરવઠા વગર રહી જાય છે. જેમાં એપ્રિલ મહિનામાં ગ્રાહકોને રાહતભાવની દુકાનો દ્વારા ચણાનું વિતરણ કરવામાં આવ્યું નથી. આ અંગે ગોડાઉન મેનેજર ડિ. એચ. કોરાટે જણાવ્યું કે, એપ્રિલ મહિનાના ચણાનો જથ્થો મહિનાના અંતમાં  ૨૭ તારીખે આવેલ તેમ છતાં દુકાનદારોને ત્યાં પહોંચાડી દીધેલ પરંતુ મહિનાનો પૂર્ણ થવા આવ્યો હોવાથી મોટા ભાગના દુકાનદારો ચણાનું વિતરણ કરી શક્યા નથી. અને નિયમ મુજબ તમામ વિતરણ ઓનલાઈન જ થતું હોવાથી ગયા મહિનાની પુરવઠાની ગ્રાહક રશીદ ચાલુ મહિને નીકળે જ નહીં જેથી ગ્રાહકો એપ્રિલ મહિનાના ચણા વગર રહી ગયા છે.      આમ જિલ્લા મથકેથી ચણાનો પુરવઠો એપ્રિલ મહિનાના અંતમાં આવતા શહેર તાલુકાન ૭૫ જેટલી દુકાનોના ૩૨૨૮૫ જેટલા કાર્ડ ધારકોમાંથી મોટા ભાગના ગ્રાહકોને ચણાથી વંચિત  રહેવાનો વારો આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application