જેતપુરના ચાંપરાજપુરમાં કારખાનામાંથી ૮૮,૫૦૦ની મત્તાની ચોરી: ત્રિપુટી ઝડપાઈ

  • April 05, 2024 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જેતપુરમાં ચાંપરાજપુર ગામ પાસે આવેલા ડેલ્ટા ઈલેક્ટ્રીક નામના કારખાનામાં રાત્રિના તસ્કરો ત્રાટક્યા હતા અને અહીંથી  રૂપિયા ૮૮,૫૦૦ નો સામાન ચોરી કરી ગયા હતા. જે અંગે જેતપુર તાલુકા પોલીસ મકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દરમિયાન પોલીસે આ ચોરી પ્રકરણમાં ત્રણ આરોપીઓને ઝડપી લઇ વધુ તપાસ હા ધરી છે.

ચોરીના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ, જેતપુરમાં અમરનગર રોડ પર ડોબરીયાવાડી વિસ્તારમાં રહેતા પટેલ વેપારી મહેન્દ્રભાઈ વજુભાઈ અમીપરા(ઉ.વ ૪૦) દ્વારા ચોરીની આ ઘટના અંગે જેતપુર તાલુકા પોલીસ મકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

મહેન્દ્રભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તારીખ ૧/૪ ના રાત્રીી લઈ તારીખ ૨/૪ ના સવારના સમયગાળા દરમિયાન જેતપુર તાલુકાના ચાંપરાજપુર ગામ પાસે કેનાલના કાંઠે તેમના ડેલ્ટા ઈલેક્ટ્રીક નામના કારખાનામાં તસ્કરોએ ત્રાટકી અહીં ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. તસ્કરો અહીં અંદર પ્રવેશ કરી પીજીવીસીએલના બળી ગયેલ ખરાબ યેલ ટ્રાન્સફોર્મરમાંથી  નીકળેલ એલ્યુમિનિયમ વાયર ૪૫૦ કિલો, બ્રાસ પાર્ટનો સ્ક્રેપ ૭૫ કિલો સહિત કુલ રૂપિયા ૮૮,૫૦૦ નો સામાન ચોરી કરી ગયા હતા.
કારખાનેદાર દ્વારા નોંધાવવામાં આવેલી આ ફરિયાદના પગલે જેતપુર તાલુકા પોલીસ મકના સ્ટાફે તપાસ હા ધરી આ ચોરી પ્રકરણમાં સંજય નાનજીભાઈ સોલંકી (ઉ.વ ૨૮), રોહિત ભનુભાઈ સોલંકી(ઉ.વ ૨૩) અને મુન્ના ઝીણાભાઈ વાઘેલા(ઉ.વ ૨૨ રહે. ત્રણેય જુનાગઢ)ને ઝડપી લીધા હતા. પોલીસે આરોપીઓ પાસેી ચોરીનો આ મુદ્દામાલ કબજે કરવા અને આ ટોળકીએ અન્ય કોઈ કારખાનાને નિશાન બનાવી ચોરીના બનાવની અંજામ આપ્યો છે કે કેમ? સહિતની બાબતો અંગે વિશેષ તપાસ હા ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application