રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ની 71મી વાર્ષિક સાધારણ સભા બેંકની હેડ ઓફિસ, અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય ખાતે યોજાયેલી હતી અને તેમાં બહોળી સંખ્યામાં ડેલિગેટ્સ ઉપસ્થિત રહ્યા હતા. બેંકના કાર્યકારી ચેરમેન જીમ્મીભાઇ દક્ષીણીએ જણાવ્યું હતું કે, ચાલુ નાણાંકીય વર્ષમાં પ્રથમ ક્વાટરમાં 42.66 કરોડનો નફો નોંધાયેલો છે. છેલ્લ ા થોડા વર્ષોથી બેંકિંગ વ્યવહારની પ્રણાલીમાં બદલાવ જોવા મળી રહ્યો છેે. આજથી 15 કે 25 વર્ષ પહેલા ખાતેદારોનો મોટો ભાગ નાના અને મધ્યમવર્ગમાંથી વધુ છે. રોજના 50 કરોડ વ્યવહારો યુપીઆઇથી થતા જોવા મળે છે. આ વ્યવહાર માટે વિભિન્ન પેમેન્ટ એપ્નો મહત્તમ પ્રમાણમાં ઉપયોગ થઇ રહ્યો છે. નાગરિક બેંકના 88.10 ટકા વ્યવહારો ડિજિટલ થઇ રહ્યા છે અને તેમાં પણ 60 ટકા વ્યવહારો યુપીઆઇના છે. આ એક મહત્ત્વપૂર્ણ બદલાવ બેંકિંગ ક્ષેત્રમાં જોવા મળે છે. જીમ્મીભાઇ દક્ષીણીએ વધુમાં જણાવ્યું હતું કે, લાલબાગ કો-ઓપરેટીવ બેંક-વડોદરા અને ધ માંડવી મર્કન્ટાઇલ કો-ઓપરેટીવ બેંક -માંડવી-કચ્છ, એમ બે સહકારી બેંકને નાગરિક બેંકમાં મર્જકરવા માટે રિઝર્વ બેંક તરફથી મંજૂરી મળી છે. બેંકિંગ ક્ષેત્રમાં સોફટવેરમાં પણ ઘણો બધો બદલાવ જોવા મળે છે. નવા જમાના સાથે તાલ મિલાવવા, ઇન્ફોસિસ કંપ્ની સાથે તેમના ફિનેકલ સોફટવેર માટે બેન્કે ટાઇ-અપ ર્ક્યું છે.
આ સભામાં કુલ 10 ઠરાવો કરાયેલા અને પ્રત્યેક ઠરાવ ચચર્-િવિચારણાને અંતે સવર્નિુમતે મંજુર થયા હતા. આ સાધારણ સભામાં જીમ્મીભાઇ દક્ષીણી (કાર્યકારી ચેરમેન), ડિરેકટરગણમાંથી શૈલેષભાઇ ઠાકર (પૂર્વ ચેરમેન), નલિનભાઇ વસા (પૂર્વ ચેરમેન), જ્યોતીન્દ્રભાઇ મહેતા (પૂર્વ ચેરમેન), કલ્પકભાઇ મણીઆર (પૂર્વ ચેરમેન), ટપુભાઇ લીંબાસીયા (પૂર્વ વાઇસ ચેરમેન), ડાયાભાઇ ડેલાવાળા (પૂર્વ વાઇસ ચેરમેન), અર્જુનભાઇ શિંગાળા, હંસરાજભાઇ ગજેરા, દીપકભાઇ મકવાણા, રાજશ્રીબેન જાની, કાર્તિકેયભાઇ પારેખ, કીર્તિદાબેન જાદવ, ચંદ્રેશભાઇ ધોળકીયા, માધવભાઇ દવે, દિનેશભાઇ પાઠક, અશોકભાઇ ગાંધી, દીપકભાઇ બકરાણીયા, શૈલેષભાઇ મકવાણા, હરેશભાઇ ઠક્કર, હસમુખભાઇ હિંડોચા, હર્ષિતભાઇ કાવર, વિનોદ કુમાર શમર્િ (જનરલ મેનેજર-સીઇઓ) ઉપરાંત વિશાળ સંખ્યામાં ડેલિગેટ્સ ઉપસ્થિત રહયા હતા. કાર્યક્રમની શઆતમાં ભારત માતા અને અરવિંદભાઇ મણીઆરની તસવીર સમક્ષ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરાયું હતું. આભાર દર્શન શૈલેષભાઇ ઠાકરે અને સરળ-સફળ સંચાલન રજનીકાંત રાયચુરાએ ર્ક્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech