176 ખેડુતોની મગફળી ઉતારી લેવાઇ: ટેકાના ભાવે પણ મગફળી ખરીદવામાં આવી
જામનગર નજીક આવેલા હાપા માર્કેટીંગ યાર્ડમાં છેલ્લા બે ત્રણ દિવસથી મગફળીની ભારે આવક શ થઇ છે યાર્ડમાં તમામ 176 ખેડુતોની મગફળી હવે ઉતારી લેવામાં આવી છે. ગઇકાલે 84000 મણ મગફળીની રેકોર્ડ બ્રેક આવક થતાં હવે મગફળીની આવક બંધ કરી દેવામાં આવી છે.
જાણવા મળતી માહિતી મુજબ હાપા માર્કેટીંગ યાર્ડમાં પુષ્કળ પ્રમાણમાં મગફળી આવે છે છેલ્લા 10 દિવસથી મગફળીની આવક બંધ કરી દેવામાં આવી હતી. ત્યારબાદ વધુ વાહનોમાં મગફળી આવતા આ તમામ મગફળી ઉતારી લેવામાં આવતા હવે થોડા દિવસ નવા વાહનો માટે બંધ કરી દેવામાં આવી છે. જીણી મગફળીનાં ા.900 થી 1610 અને જાડી મગફળીનાં ા. 900 થી 1170 સુધીનાં ભાવે .સોદા થયા હતા.
મગફળી ઉપરાંત ગઇકાલે જુવાર 500 થી 720, બાજરી 320 થી 525 ઘઉં 550 થી 646, અડદ 1100 થી 1615, ચણા 1000 થી 1245, સફેદ ચણા 1285 અને 2370, મગફળી જાડી 900 થી 1170, મગફળી જીણી 900 થી 1610, એરંડા 1150 થી 1237, તલી 1990 થી 2235, રાયડો 950 થી 1124, લસણ 4000 થી 5355, કપાસ 1200 થી 1530: જી 4200 થી 4690, ધાણા 1100 થી 1420, અજમાની ભૂસી 400 થી 2260, સોયાબીન 615 થી 845ના ભાવ બોલાયા હતા.
માર્કેટીંગ યાર્ડમાં મગફળી જીણી 48000 મણની આવક, એરંડા 126, તલી 213, લસણ 686, કપાસ 1424, જી 892, સુકી ડુંગણી 448, સોયાબીન 786, ચણા 250, અડદ 215, બાજરી 31 ગુણીની આવક થઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતનો 'મણિયારો રાસ' રાષ્ટ્રીય સ્તરે ચમક્યો: ગણતંત્ર દિવસની ઉજવણીમાં ત્રીજો ક્રમ મેળવ્યો
January 22, 2025 10:54 PMઅમદાવાદ કોલ્ડપ્લે કોન્સર્ટ: 3800થી વધુ પોલીસ, સુરક્ષાથી લઈને સ્વાસ્થ્ય સુધીની તમામ તૈયારીઓ પૂર્ણ
January 22, 2025 10:51 PMIND vs ENG 1st T20: કોલકાતામાં ભારતે ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું, અભિષેક શર્માની વિસ્ફોટક ઇનિંગ
January 22, 2025 10:46 PMવૃંદાવનના યોગેશ્વર આશ્રમના મહંત મોહનપુરી સ્વામીનો મહામંડલેશ્વર તરીકે પટ્ટાભિષેક
January 22, 2025 10:38 PMજામનગરમાં રાષ્ટ્રધ્વજની ખરાબ હાલત : જો આમ થાય તો ન જોઇએ હર ઘર તિરંગા
January 22, 2025 07:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech