અયોધ્યામાં ભગવાન રામની ૮૨૩ ફટ ઉંચી પ્રતિમા સ્થાપિત થશે

  • January 01, 2024 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અયોધ્યામાં ભગવાન રામની ૮૨૩ ફટ ઐંચી પ્રતિમા આકાર લેવા જઇ રહી છે.પચં ધાતુથી બનેલી રામની આ વિશ્વની સૌથી ઐંચી મૂર્તિને દિલ્હીને અડીને આવેલા હરિયાણાના ગુગ્રામના રહેવાસી શિલ્પકાર નરેશ કુમાવત આકાર આપશે.પિયા ૩ હજાર કરોડના ખર્ચે બનનારી પ્રતિમાને બનતા ૨ થી ૩ વર્ષ લાગશે, જે સરયુના કિનારે પ્રસ્થાપિત કરાશે.
ભગવાન રામની ૮૨૩ ફટ ઐંચી પ્રતિમા તૈયાર થવા જઈ રહી છે, જેને મિલેનિયમ સિટીના શિલ્પકાર નરેશ કુમાવત દ્રારા આકાર આપવામાં આવશે. તેની સ્થાપના સરયુ નદીના કિનારે કરવામાં આવશે. પચં ધાતુથી બનેલી રામની આ વિશ્વની સૌથી ઐંચી મૂર્તિ હશે. જે લગભગ ૩ હજાર ટન ધાતુઓનો ઉપયોગ કરીને બનાવવામાં આવશે. આ પહેલા પણ નરેશે ઘણી મૂર્તિઓ તૈયાર કરી છે.જે વિવિધ દેશોમાં સ્થાપિત કરવામાં આવ્યા છે. જેમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા જેવા દેશોનો સમાવેશ થાય છે. તેણે અગાઉ સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેકટ હેઠળ વિશાળ સમુદ્ર મંથનનું ચિત્ર પણ બનાવ્યું છે.તેમણે દેશભરમાં ૩૦૦ થી વધુ પ્રતિમાઓ બનાવી છે, જેમાં નમો ઘાટ, પરશુરામ પ્રતિમા, ભગવાન રામ અને નિષાદરાજની એકમાત્ર પ્રતિમાનો સમાવેશ થાય છે.


રામ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત થનારી રામલલ્લાની પ્રતિમા ૫૧ ઈંચ ઉંચી હશે


અયોધ્યા:  રામજન્મભૂમિ મંદિરના ગર્ભગૃહમાં સ્થાપિત કરવામાં આવનાર રામલલાની પ્રતિમાનું સ્વપ નક્કી કરવામાં આવ્યું છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રની ૨૯ ડિસેમ્બરે યોજાયેલી બેઠક બાદ રવિવારે પસંદગી કરવામાં આવી હતી. રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના સચિવ ચંપત રાયે જણાવ્યું કે ગર્ભગૃહમાં સ્થાપિત થનારી રામલલાની પ્રતિમા ૫૧ ઈંચ ઉંચી હશે, જેમાં રામલલા ૫ વર્ષના બાળકના પમાં હશે. ૩૧ વર્ષ બાદ ભકતો ખુલ્લા પગે રામલલાના દર્શન કરી શકશે.
ટ્રસ્ટના સૂત્રો પાસેથી મળેલા સમાચાર મુજબ કર્ણાટકના યોગીરાજની પ્રતિમાની પસંદગી કરવામાં આવી છે. આ મૂર્તિ શ્યામ શિલામાંથી બનાવવામાં આવી છે. સફેદ રંગમાં તૈયાર કરેલી પ્રતિમાને પસદં ન કરવા પાછળનું કારણ એ છે કે રામનો રગં સફેદ ન હોવાનું માનવામાં આવે છે. હાલમાં તેની તસવીર જાહેર કરવામાં આવી નથી. રામલલાની ત્રણ મૂર્તિઓ ત્રણ શિલ્પકાર ગણેશ ભટ્ટ, યોગીરાજ અને સત્યનારાયણ પાંડેએ ત્રણ પથ્થરોમાંથી બનાવી છે. સત્યનારાયણ પાંડેની પ્રતિમા સફેદ આરસની છે. આ ઉપરાંત ગણેશ ભટ્ટની પ્રતિમા દક્ષિણ ભારતની શૈલીમાં વાદળી પથ્થર પર બનાવવામાં આવી છે. આ કારણથી અણ યોગીરાજની પ્રતિમા પણ વાદળી પથ્થર પર બનેલી છે.

કોણ છે યોગી રાજ? : રામ મંદિર માટે રામલલાની મૂર્તિ તૈયાર કરનાર અણ યોગીરાજ ૩૭ વર્ષના છે. તે મૈસુર મહેલના કલાકાર પરિવારમાંથી આવે છે. ૨૦૦૮માં મૈસુર યુનિવર્સિટીમાંથી એમબીએ કર્યા બાદ નોકરી મળી. આ પછી તેણે નોકરી છોડી દીધી અને મૂર્તિઓ બનાવવાનું શ કયુ. કેદારનાથમાં સ્થાપિત જગદગુ શંકરાચાર્યની પ્રતિમા યોગીરાજે પોતે બનાવી હતી. પીએમ મોદીએ પણ તેમના કામના વખાણ કર્યા છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application