અમદાવાદમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના થલતેજ વિસ્તારમાં ઝબેર સ્કૂલમાં ધો.3માં ભણતી 8 વર્ષની બાળકીને છાતીમાં દુખાવો ઉપડતા તે બાજુમાં પડેલી એક ખુરસી પર બેસી ગઈ હતી. બાદમાં ખુરસી પરથી ઢળી પડી હતી. આથી આસપાસમાં રહેલા વિદ્યાર્થીઓ અને સ્કૂલ સ્ટાફમાં અફરાતફરી મચી ગઈ હતી. બાળકીને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ તેનું દુખદ મોત થયું છે. બાળકી ખુરસી પર ઢળી પડી તેના દૃશ્યો સીસીટીવીમાં કેદ થયા છે.
5 સેકન્ડમાં જ બાળકી ઢળી પડી હતી
પ્રાપ્ત વિગત મુજબ થલતેજમાં આવેલી ઝેબર સ્કૂલમાં ગાર્ગી રાણપરા નામની 8 વર્ષની બાળકીનું મોત થયું છે. સવારના 8 વાગ્યે સીડી ચડીને આવી રહી હતી ત્યારે છાતીમાં દુખાવો થયો હતો. જેથી તે લોબીની ખુરસી પર બેસી ગઈ હતી. પછી પાંચ સેકન્ડમાં જ ખુરસી પર ઢળી પડી હતી.
બાળકી દાદા-દાદી સાથે રહેતી હતી
બાળકીને કાર્ડિયાક એરેસ્ટ આવ્યાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. અસારવા સિવિલ હોસ્પિટલમાં મૃત બાળકીનું પીએમ કરવામાં આવી રહ્યું છે. પોલીસે શાળાએ પહોંચી સીસીટીવી મેળવી તપાસ શરૂ કરી છે. વિદ્યાર્થિનીના પેરેન્ટ્સ હાલ મુંબઈ છે. તેમજ સ્કૂલમા ક્રાઇમ બ્રાન્ચના ટીમ અને બોડકદેવ પોલીસે ડોગ સ્કવોડ સાથે તપાસ કરી હતી.
બાળકીને કોઈપણ પ્રકારની બીમારી નહોતી
બાળકી અમદાવાદમાં તેના દાદા અને દાદી સાથે રહેતી હતી. જ્યારે તેના માતા-પિતા અત્યારે મુંબઈ છે અને તેમને જાણ કરવામાં આવી છે. એડમિશન લેતા સમયે કોઈપણ બીમારી નહોતી. કોઈપણ બીમારી ન હોવા છતાં અચાનક બાળકીને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMબાંગ્લાદેશીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા પરંતુ નહીં કરી શકે હજ, યુનુસની પ્રજા સાથે થયો અલગ જ ખેલ
April 08, 2025 10:31 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech