સંવત 2080ના આસો અને 2081 કારતક મહિનાના પવિત્ર તહેવારોના અનુસંધાને સૌરાષ્ટ્રવાસીઓ દેશભરમાં મુસાફરી કરી શકે તે માટે રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનથી વિવિધ સ્થળો માટે 8 જોડી ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવી
રહી છે.30 નવેમ્બર સુધીમાં દુગર્િ પૂજા, દિવાળી અને છઠ પૂજા દરમિયાન પ્રવાસીઓને સરળ મુસાફરીની સુવિધા આપવા દેશભરમાં 6556 વિશેષ ટ્રેનો ચલાવવામાં આવનાર છે, તેમાંથી પશ્ચિમ રેલ્વે 106 ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેનો સાથે 2315 ટ્રીપ ચલાવે છે. તેમાં રાજકોટ ડિવિઝનમાંથી 8 જોડી ફેસ્ટિવલ સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો દોડાવાઇ રહી છે. તેમાં 1) ટ્રેન નંબર 09525/ 09526 હાપા- નાહરલાગુન સ્પે. સાપ્તાહિક, 2) ટ્રેન નંબર 09436/ 09435 ઓખા- ગાંધીગ્રામ (અમદાવાદ) સાપ્તાહિક સ્પે. 3) ટ્રેન નંબર 04806/ 04805 ઓખા- ભગત કી કોઠી સ્પે. સાપ્તાહિક, 4) ટ્રેન નંબર 09523/ 09524 ઓખા- દિલ્હી સરાઈ રોહિલા સ્પે. સાપ્તાહિક, 5) ટ્રેન નંબર 09520/ 09519 ઓખા- મદુરાઈ સ્પે. સાપ્તાહિક, 6) ટ્રેન નંબર 09569/ 09570 રાજકોટ- બરૌની સ્પે. સાપ્તાહિક, 7) ટ્રેન નંબર 05046/ 05045 રાજકોટ- લાલકુઆં ફેસ્ટિવલ સ્પે. સાપ્તાહિક, 8) ટ્રેન નંબર 09575/ 09576 રાજકોટ- મહબૂબનગર સ્પે. સાપ્તાહિક ટ્રેનો દોડાવવામાં આવી રહી છે જેનો મુસાફર જનતાએ લાભ લેવા રેલ તંત્ર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે. આ ટ્રેનોના સમય, સ્ટોપેજ સહિતની વિગતો .યક્ષિીશિુ,શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ ઉપરથી મળી રહેશે.
અરુણાચલ પ્રદેશની સ્પે. ટ્રેનની આગામી ટ્રિપ રદ
રાજકોટ: ઉતર પ્રદેશમાં પ્રયાગરાજ સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગના કામને લીધે, રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી હિમાચલ પ્રદેશની નાહરલગુન ટ્રેન અને વાહ વારાણસી ટ્રેનની આગામી એક એક ટ્રીપ્ને અસર થનાર છે.ઉત્તર મધ્ય રેલવેના પ્રયાગરાજ સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગ અને રૂટ રિલે ઈન્ટરલોકિંગને ઈલેક્ટ્રોનિક ઈન્ટરલોકિંગમાં રૂપાંતરિત કરવાની કામગીરીના લીધે, અનેક ટ્રેનોમાં ફેરફાર કરવામાં આવ્યા છે, તેમાં રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી16 ઓક્ટોબરની ટ્રેન નંબર 09525 હાપા- નાહરલાગુન સ્પેશિયલ અને 19 ઓક્ટોબરની ટ્રેન નંબર 09526 નાહરલાગુન- હાપા સ્પેશિયલ ટ્રેનો રદ કરવામાં આવી છે.જ્યાંરે 17 ઓક્ટોબરની ટ્રેન નંબર 22969 ઓખા- બનારસ સુપરફાસ્ટ એક્સપ્રેસને પરિવર્તિત માર્ગ વાયા જંઘઈ- લખનૌ- કાનપુર સેન્ટ્રલના માર્ગ પર ચલાવવામાં આવશે. એજ રીતે વળતા 19 ઓક્ટોબરની ટ્રેન નંબર 22970 બનારસ- ઓખા સુપરફાસ્ટ એક્સપ્રેસને પરિવર્તિત માર્ગ વાયા કાનપુર સેન્ટ્રલ- લખનૌ- જંઘઈના પરેવર્તિત માર્ગ પર ચલાવવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૯૮ દિવસમાં ૮૩ કરોડનો બાકી વેરો વસુલવા શહેરમાં ધડાધડ મિલકત સીલ
December 23, 2024 03:16 PMબે–લગામ સિટી બસ: માતા–પુત્રને ઠોકરે લેતાં સાત વર્ષના બાળકનું ચકદાવાથી મોત
December 23, 2024 03:14 PMખીજડિયામાં ગૌચર જમીન પરનું દબાણ દૂર નહીં થાય તો સરપચં સહિતના કરશે આત્મવિલોપન
December 23, 2024 03:12 PMમાર્કેટમાં આવી 'તલાક' મહેંદી, મહિલાએ બતાવી તૂટેલા લગ્નની કહાની!
December 23, 2024 03:07 PMPMJAY યોજના માટે નવી એસઓપીની જાહેરાત
December 23, 2024 02:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech