એક વર્ષમાં ભગવાન દ્વારકાધીશજીના શરણે ૭૮.૫૧ લાખ યાત્રીકો

  • January 01, 2024 12:56 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૨૦૨૩ના વર્ષમાં સૌથી વધુ ડીસેમ્બર માસમાં ૧૧.૨૧ લાખ અને સૌથી ઓછા ઓકટોબર માસમાં ૨.૮૦ લાખ યાત્રીકોએ દ્વારકા દર્શનનો લાભ લીધો

જામનગરથી ૧૪૪ કિ.મી. ભગવાન દ્વારકાધીશજીનું મંદિર આવેલું છે, આખા વર્ષ દરમ્યાન અનેક કૃષ્ણભકતો કાળીયા ઠાકોરના ચરણમાં શીશ ઝુકાવે છે ત્યારે ગયા વર્ષમાં સતાવાર રીતે જોઇએ તો ૭૮.૫૧ લાખ જેટલા યાત્રીકોેએ ભગવાન દ્વારકાધીશજીના દર્શન કર્યા છે, ખાસ કરીને જન્માષ્ટમી, પૂનમ, ભાઇબીજ, ધુળેટી સહિતના પર્વમાં કૃષ્ણભકતોનો પ્રવાહ વધી જાય છે અને તે સમયે હોટલો અને ધર્મશાળા હાઉસફુલ થઇ જાય છે, પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરવા લોકો ઉમટી પડે છે અને પૂણ્યનું ભાથુ બાંધે છે ત્યારે ૨૦૨૩ના વર્ષમાં ગયા મહીનામાં એટલે કે ડીસેમ્બર માસમાં ૧૧.૨૧ લાખ કૃષ્ણભકતોએ દ્વારકાની મુલાકાત લીધી છે, સૌથી ઓછા ઓકટોબર માસમાં ૨.૮૮ લાખ લોકોએ દ્વારકા દર્શનનો લાભ મેળવ્યો છે.
કૃષ્ણભકતો ચારધામ પૈકીના દ્વારકામાં શીશ ઝુકાવવા આવે છે, આખા વર્ષની વાત લઇએ તો કુલ ૭૮ લાખ ૫૧ હજાર ૯૩૩ લોકોએ દ્વારકાની મુલાકાત લીધી છે, ૨૦૨૩ના જાન્યુઆરી માસમાં ૫૦૫૦૨૭, ફેબ્રુઆરી માસમાં ૩૫૨૧૫૯, માર્ચમાં ૧૦૦૪૪૬૨, એપ્રિલમાં ૬૫૯૫૦૩, મે માં ૬૬૪૩૭૧ અને જુનમાં ૪૦૩૭૧૨ લોકો દ્વારકાની મુલાકાતે આવ્યા હતાં.
ભગવાન દ્વારકાધીશજીના ચરણે માથુ ટેકવવા જુલાઇ માસમાં ૩૨૮૯૯૬, ઓગષ્ટમાં ૮૪૫૭૨૧, સપ્ટેમ્બર માસમાં ૭૩૦૨૪૪, ઓકટોબર માસમાં ૨૮૦૧૪૩, નવેમ્બર માસમાં ૯૫૫૯૯૭ અને ડીસેમ્બર માસમાં ૧૧૨૧૬૩૪ થઇ કુલ ૭૮૫૧૯૩૩ લોકોએ દ્વારકા દર્શન કર્યા છે. ભગવાન દ્વારકાધીશજીના દર્શન કરવાની સાથે લોકો પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરે છે અને પુણ્યનું ભાથુ બાંધે છે, દ્વારકામાં ખાસ કરીને સાતમ-આઠમમાં જન્મષ્ટમીમાં ત્રણથી ચાર લાખ લોકો દર્શનનો લાભ લે છે, આ સમયે હોટલો, ધર્મશાળાઓ હાઉસફુલ થઇ જાય છે, દ્વારકાની આજુબાજુના તીર્થસ્થાનો નાગેશ્ર્વર ભગવાન, બેટદ્વારકા જવા માટે પણ લોકોનો ઘસારો જોવા મળે છે. આમ ભગવાન દ્વારકાધીશજીના શરણે આખા વર્ષમાં ૭૮.૫૧ લાખ લોકોએ લાભ લીધો હતો, આમ ૨૦૨૩નું વર્ષ પ્રવાસન યાત્રાધામ તરીકે પણ વખણાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application