ગુજરાત સરકારના અધિકારી-કર્મચારીઓના પગાર અને પેન્શન પાછળ આગામી વર્ષ 2024-25માં કુલ 76305 કરોડનો ખર્ચ થવાનો છે. છેલ્લા એક વર્ષમાં બન્ને રકમમાં અનુક્રમે 4412 અને 2484 કરોડનો વધારો થશે. ચોંકાવનારી બાબત એવી સામે આવી છે કે આવતા વર્ષે કર્મચારીઓની સંખ્યાની સરખામણીએ પેન્શનરોની સંખ્યામાં વિક્રમી વધારો થશે.
રાજ્યના નાણાં વિભાગના સુધારેલા અંદાજ પ્રમાણે ચાલુ વર્ષે 467390 જેટલા કર્મચારીઓના પગાર પાછળ સરકાર કુલ 44528 કરોડ રૂપિયાનો ખર્ચ કરશે, જ્યારે આવતા વર્ષે આ ખર્ચની રકમ 48980 કરોડ થવા જાય છે એટલે કે તેમાં સીધો 4412 કરોડનો વધારો છે. બીજીતરફ રાજ્યના 507270 નિવૃત્ત કર્મચારીઓના પેન્શન પાછળ ચાલુ વર્ષના અંત સુધીમાં 24841 કરોડનો ખર્ચ થશે પરંતુ આગામી વર્ષના અંતે આ ખર્ચનો આંકડો વધીને 27325 કરોડ થવાની છે. એટલે કે એક વર્ષમાં 2484 કરોડનો વધારો થશે. આગામી વર્ષ સુધીમાં પેન્શનરોની સંખ્યા વધીને 535657 થવાની છે. એટલે કે એક વર્ષમાં નિવૃત થતાં અધિકારી-કર્મચારીઓની સંખ્યા 28387 થવાની છે. નાણાં વિભાગના સત્તાવાર આંકડા પ્રમાણે સરકારી વિભાગોમાં કર્મચારીઓની સંખ્યા અત્યારે 209244 જેટલી થવા જાય છે જ્યારે સહાયિત સંસ્થાઓમાં કર્મચારીઓની સંખ્યા 258146 છે, આમ સરકાર કુલ 4.67 લાખ કર્મચારીઓને પગાર અને ભથ્થાં આપી રહી છે. જો કે આ આંકડામાં જાહેર ક્ષેત્રોમાં કામ કરતા કર્મચારીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application3 વર્ષ સુધી યૌન શોષણ કરી, 4 વખત ગર્ભપાત કરાવી ત્યકતાને તરછોડી દીધી
May 10, 2025 10:26 AMનૈઋત્યનું ચોમાસુ મંગળવારે બંગાળની ખાડી, અંદામાન -નિકોબારમાં એન્ટ્રી લેશે
May 10, 2025 10:21 AMવિરાટ કોહલીનો ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિનો નિર્ણય
May 10, 2025 10:14 AMરાજકોટ,સુરેન્દ્રનગર, બોટાદ સહિત રાજ્યના 12 નાયબ મામલતદારોને પ્રમોશન,વાંચો લીસ્ટ
May 10, 2025 10:01 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech