સોનાના ભાવ સરકયા: 700ના ઘટાડા સાથે 10 ગ્રામના 76157

  • July 19, 2024 03:12 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સોનાના ભાવ 76000 ની સપાટી વટાવી લીધા બાદ નીચે સરકયા છે અને 700 રૂપિયાનો ઘટાડો તો ચાંદીમાં પણ છ2,000 નો ઘટાડો નોંધાયો છે. આજે સોના ચાંદીના ભાવ ઘટ્યા છે.
આ વર્ષ દરમિયાન અત્યાર સુધીમાં સોનાના ભાવમાં 10,000 નો પ્રતિ 10 ગ્રામ વધારો આવ્યો હતો વર્ષની શરૂઆતમાં પણ સોનાના ભાવ 63,000 ની આસપાસ હતા ત્યારબાદ ગયા સપ્તાહમાં 76000 હજારની સપાટી સુધી પહોંચી ગયા હતા પરંતુ આજે ફરી સોનાના ભાવમાં છ700 ના ઘટાડા સાથે નવો ભાવ 76,157 નોંધાયો છે.
જોકે બુલિયનના જાણકારોએ એવી ધારણા કરી છે કે, આ વર્ષે સુધીના સોનાનો ભાવ છ80,000 ને પાર કરી જશે જ્યારે ચાંદી પણ એક લાખ સુધી પહોંચી જશે તેવી શક્યતા વ્યક્ત કરી હતી.
આગામી દિવસોમાં તહેવારોની મોસમ શરૂ થતી હોય તો ભાવમાં કરંટ ઓછો થાય તો જ ખરીદીનો કરંટ પકડાય શકે, આગામી બજેટમાં ઈમ્પોર્ટ ડ્યુટીમાં પણ ઘટાડો લાવે તેવી ઝવેરીઓએ માંગણી કરી છે. જો તેમાં ઘટાડો આવશે તો સ્થાનિક કક્ષાએ સોના ચાંદીની બંને ધાતુના ભાવમાં ઘટાડો આવી શકશે. આજે ચાંદીમાં 2000 નો ઘટાડો થઈ 89000પહોંચી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application