ધોમધખતા તાપમાં વર્લ્ડ રેકોર્ડ...ભાવનગરમાં માલધારી સમાજની 75000 બહેનોએ એક સાથે હુડો રાસ લઈને વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો, જુઓ અદભૂત દૃશ્યો

  • March 20, 2025 05:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માલધારી સમાજના આસ્થાના કેન્દ્ર એવા નગાલાખા બાપાના ધામ- બાવળિયાળી ખાતે નિજમંદિરને પોણા ચારસો વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મંદિરની પુન: પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અને ગોપ જ્ઞાન ગાથા સ્વરૂપે શ્રીમદ્‌ ભાગવત સપ્તાહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. માલધારી સમાજની 75,000 બહેનો દ્વારા પરંપરાગત ગોપી હુડો મહારાસ યોજી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો છે. આ કાર્યક્રમમાં સંતો, મહંતો અને સમાજના અગ્રણીઓ સહિત 2 લાખ કરતાં વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. 


ગોપી હુડો મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું
મળતી વિગતો પ્રમાણે ધોલેરા તાલુકાના બાવળીયાળી ઠાકરધામ ખાતે સંતશ્રી નગાલાખા બાપાના ઠાકર મંદિરની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તથા શ્રીમદ્ ભાગવત ગોપ જ્ઞાાન ગાથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં દરરોજ વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત આજે માલધારી સમાજના પરંપરાગત ગોપી હુડો મહારાસનું આયોજન કરવામાં આવ્યું હતું. 


મંદિરના મહંતને વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ અપાયું 
આ કાર્યક્રમમાં વર્લ્ડ રેકોર્ડ ઓફ ઈન્ડિયાની ટીમ પણ ઉપસ્થિત રહી હતી. જેમાં ગુજરાત અને મહારાષ્ટ્રની 75,000 હજારથી વધારે મહિલાઓ એકસાથે ગોપી હુડો મહારાસ પ્રસ્તુત કરી રેકોર્ડ વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો હતો. વર્લ્ડ રેકોર્ડ ઓફ ઇન્ડિયા જીનિયસ ફાઉન્ડેશનના CEO પાવન સોલંકીના હસ્તે મહંત રામબાપુને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું.


હુડો રાસની વિશેષતા
મૂળભુત રીતે પાંચાળ ભુમિ તરણેતરમાં થતું એક વિશિષ્ટ નૃત્ય એટલે હુડો! વિશેષ ભરવાડ સમાજના લોકો પગના તાલ, અંગના આંચકા અને હાથના હિલ્લોળ સાથે નૃત્યમાં જોડાય છે.





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application