રાજકોટમાંથી ઝડપાયેલી ૭૦૦૦ કિલો વાસી મલાઇનું ઉત્પાદન રફાળામાં થયું'તું

  • October 11, 2023 12:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ મહાપાલિકાના આરોગ્ય અને ફડ વિભાગ દ્રારા ગત સાંજે શહેરના વોર્ડ નં.૧માં ગાંધીગ્રામ વિસ્તારમાં લાખના બંગલા વાળા રોડ ઉપર આવેલા રવિરાજ આઈસ્ક્રીમના કોલ્ડ સ્ટોરેજમાંથી એકસપયરી ડેઇટ વિતાવી ચુકેલા ૭૦૦૦ કિલો વાસી અને અખાધ મલાઇનો જથ્થો ઝડપી લઇ તેનો નાશ કરવામાં આવ્યો હતો, તપાસ દરમિયાન એવું ખુલ્યું હતું કે મલાઇનો આ જથ્થો સરધાર નજીકના રફાળા ગામની પેઢીમાં ઉત્પાદિત થયો હોવાનું બહાર આવ્યું હતું.


વિશેષમાં રાજકોટ મહાપાલિકાના ચીફ હેલ્થ ઓફિસર ડો.જયેશ વકાણી અને ડેઝીેટેડ સિનિયર ફડ ઓફિસર ડો.હાર્દિક મેતાએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે રાજકોટ શહેરમાં ગાંધીગ્રામ વિસ્તારમાં લાખના બંગલાવાળા રોડ ઉપર આવેલા રવિરાજ આઇસ્ક્રીમના કોલ્ડ સ્ટોરેજમાંથી મળેલી ૭૦૦૦ કિલો વાસી મલાઇનો જથ્થો મળ્યો હતો જેનું ઉત્પાદન જનતા મિલ્ક એન્ડ ફડ પ્રોડકટસ, ગામ–રફાળા, સરધાર સ્ટેટ રોડ, તા.જિ.રાજકોટની પેઢીમાં થયું હતું. મલાઇની આઠ કિલોની પેકિંગ બેગ હતી જેનું ઉત્પાદન જાન્યુઆરી– ૨૦૨૩થી માર્ચ–૨૦૨૩ સુધીની ઉત્પાદન તારીખ દર્શાવેલી હતી અને જેમાં તમામ જથ્થામાં ત્રણ માસથી છ માસ સુધીની એકસપાયરી ડેઇટ દર્શાવી હતી. આથી હાલ ઓકટોબર માસની સ્થિતિએ આ તમામ જથ્થો એકસપાયરી ડેઇટ વિતાવી ચુકયો હતો. દરમિયાન આ જથ્થો એકસ પાયરી ડેઇટ વિતાવી ચુકેલો હોવાનું પેઢીના નોમિની ધર્મેન્દ્રભાઇ ચાવડાએ સ્વીકાયુ પણ હતું.અધિકારી વર્તુળોએ જણાવ્યું હતું કે હવે ધોરણસરની કાર્યવાહી કરવા તજવીજ હાથ ધરાઇ છે તેમજ આગામી નવરાત્રીના તહેવાર પૂર્વે સમગ્ર શહેરમાં આઇસ્ક્રીમ પાર્લર્સ, ડેરીફાર્મની દુકાનો અને ફરસાણ તેમજ મિઠાઇની દુકાનોમાં ચેકિંગ અને સેમ્પલિંગ ડ્રાઇવ હાથ ધરવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application